ગુજરાત

Gujrat Breaking News LIVE: ગુજરાતની પળેપળની ખબર વાંચો લાઈવ

Gujrat Breaking News LIVE: નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતના લાઈવ ન્યૂઝ. ગુજરાતના ખૂણે-ખૂણેથી સૌથી ઝડપી અને વિશ્વસનીય સમાચાર સાથે અમે છીએ આપની સાથે. ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા 226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર સલમાન નામનો આરોપી છે જે હાલમાં UKની જેલમાં બંધ છે.સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ભેળસેળિયાઓની સામે રાજ્ય સરકાર એક્શન મોડમાં

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અન્ન અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર ગુજરાતમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીર જેવા રોજીંદા વપરાશના ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક વિશેષ રાજ્યવ્યાપી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઈવ અંતર્ગત તંત્ર દ્વારા અંદાજિત રૂ. 5.89 કરોડથી વધુની કિંમતના 2.12 લાખ કિલો/લિટરથી વધુ શંકાસ્પદ તેમજ ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થોના જથ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ખેડૂતો બાદ હવે આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન

ખેડૂતો બાદ શિક્ષકોનો સરકાર સામે મોરચો, TET ફરજિયાતના નિર્ણય સામે રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી

સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલત થઈ કફોડી

વલસાડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ વિવાદમાં, સરકારી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ બેભાન

ગોમતી નદીના તેજ પ્રવાહમાં બે લોકો તણાયા

ગુજરાતના જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આવેલા પવિત્ર ગોમતી ઘાટ પરથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ગોમતી નદીના પાણીના તેજ પ્રવાહમાં એક વૃદ્ધ અચાનક તણાવા લાગ્યા હતા. વૃદ્ધને ડૂબતા જોઈ તેમને બચાવવા માટે કૂદકેલો એક સ્થાનિક યુવાન પણ પાણીના ભારે કરંટના કારણે નદીમાં ખેંચાયો હતો. જોકે, કાંઠે ઉભેલા અન્ય સ્થાનિકએ ભારે સમયસૂચકતા વાપરીને આ બંનેનો જીવ માંડ-માંડ બચાવ્યો હતો. આ સમગ્ર દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદમાં નબીરાઓના જોખમી સ્ટંટ

અમદાવાદમાં નબિરાઓ બન્યા બેફામ હોવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા મોપેડ પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવકો જાહેર સ્થળે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અને જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં કાર BRTS રૂટની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ

બેફામ ઝડપે દોડતી કાર બની કાળ: અમદાવાદમાં BRTS રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, ચાલક સુરક્ષિત

ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ્દ

ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન સેવા પર અસર, સાબરમતી સુધીનો રૂટ તાત્કાલિક બંધ

બાળમજૂરી સામે મોટી કાર્યવાહી

બાળમજૂરી સામે મોટી કાર્યવાહી: 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસો નોંધ્યાં

સુરતમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ

સુરત શહેરના કામરેજના નવાગામમાં આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી કામરેજ પોલીસે શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ અને 140 કિલો ક્રીમ સીલ કરી ફૂડ વિભાગે સેમ્પલ લેબમાં મોકલ્યા છે. શ્રીજી ઇન્ડસ્ટીયલ પ્લોટ નંબર 7માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ચાલતું હતું. છેલ્લાં 15 દિવસથી ઘી બનાવાનું કારખાનું શરૂ કરાયાની માહિતી સામે આવી છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન હજુ બાકી

ગુજરાતમાં હજુ પણ અનેક જિલ્લાઓમાં ભારે બાફ અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જો કે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ ચોમાસાની હજુ રાહ લોકોએ રાહ જોવી પડશે. નૈઋત્યનું ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં અટકેલું હોવાથી રાજ્યમાં હજુ સુધી વિધિવત આગમન થઈ શક્યું નથી. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી ઝાપટાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દુષ્કર્મ પીડિતાને મળી ગર્ભપાતની મંજૂરી

ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢની માત્ર 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાની માનસિક પીડા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપતાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સત્તાવાર મંજૂરી આપી છે.

રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગનું કડક વલણ

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો નાસી જવાના ગંભીર મામલે સમાજ સુરક્ષા વિભાગે કડક વલણ અપનાવીને ઘટનાની પ્રાથમિક તપાસ બાદ ગૃહના અધ્યક્ષ પરેશ મકવાણા અને ફરજ પર રહેલા ગાર્ડ રમણીકને શો-કોઝ નોટિસ ફટકારી છે.

અમદાવાદમાં ઘર ખરીદવું બનશે મોંઘું

અમદાવાદમાં પોતાના સપનાનું ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા નાગરિકો માટે બજેટ ખોરવનારા મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1 જુલાઈથી શહેરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલ્કતોના ભાવમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે.

વધુ વાંચો – અમદાવાદમાં 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં ઝીંકાશે 5% થી 10%નો વધારો

અમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક કરુણ ઘટના બની છે, જેમાં પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરતા તેમનું મૃત્યું થયું છે. સૂત્રોપાસેથી મળતા અહેવાલ મુજબ આ યુવક મોડી રાત્રે પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન સિંહણે હુમલો કર્યો હતો. મૃતક યુવક સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હોવાની માહિતી મળી હતી.

વધુ વાંચો – અમરેલીમાં સિંહણનો આતંક! યુવકનો શિકાર કર્યો; શરીરના અવશેષ મળ્યા

 

Back to top button