“કપડા બદલતી વખતે કેમેરામાં રેકોર્ડિંગ…” ‘દેવો કે દેવ- મહાદેવ’ની એક્ટ્રેસ સાથે થઈ ગંદી હરકત અને…

Sonarika Bhadoria Casting Couch & Changing Room Privacy Controversy: ‘દેવોં કે દેવ મહાદેવ’ સીરિયલમાં માતા પાર્વતીના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી સોનારિકા ભદોરિયા હાલમાં મધરહુડ ફેઝ એન્જોય કરી રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સામે આવેલા કાસ્ટિંગ કાઉચ અને ચેન્જિંગ રૂમમાં હિડન ફોન રેકોર્ડિંગ અંગેના ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પેમેન્ટ રોકાતાં ચેનલ હેડે હોટેલમાં બોલાવી હતી
સોનારિકા ભદોરિયાએ જણાવ્યું કે તેની સાથે એક-બે વાર કાસ્ટિંગ કાઉચની ઘટના બની છે. જ્યારે પ્રોડ્યુસર્સ તેની પેમેન્ટ ચૂકવી રહ્યા નહોતા, ત્યારે એક ચેનલ હેડે તેને મેસેજ કરીને હોટેલમાં મળવા માટે કહ્યું હતું. સોનારિકાએ તે જ સમયે તે ચેનલ હેડને બ્લોક કરી દીધો હતો અને પોતાની બાકી પેમેન્ટ છોડી દીધી હતી. તેણે ઉમેર્યું કે તે સારા કૌટુંબિક બેકગ્રાઉન્ડમાંથી આવે છે, જેથી તેને કોઈ મજબૂરીમાં આવી સમાધાન કરવું પડ્યું નહોતું. મહાદેવ શો બાદ જ્યારે તે ફિલ્મોમાં ટ્રાય કરી રહી હતી, ત્યારે પણ એક બે પ્રોડક્શન હાઉસના CEO અને કાસ્ટિંગ ડિરેક્ટર્સે તેને પર્સનલી મળવા માટે મેસેજ કર્યા હતા.
આ પણ વાંચોઃ હવે ટ્રેનમાં પાળતુ પ્રાણીઓ સાથે મુસાફરી થશે આસાન, વંદે ભારતમાં મળ્યું ખાસ ડૉગ બૉક્સ
ચેન્જિંગ રૂમમાં છુપાવેલો મળ્યો રેકોર્ડિંગ ફોન
પોતાની સાથે બનેલી બીજી એક ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરતા સોનારિકાએ જણાવ્યું કે મહાદેવ શો પહેલાં તે એક સીરિયલમાં કામ કરતી હતી જે ક્યારેય ઓન-એર થઈ શકી નહોતી. ત્યાં વેનિટી વેનની જગ્યાએ કલાકારોને ચેન્જિંગ રૂમ આપવામાં આવતા હતા. 24-25 વર્ષની ઉંમર સુધી તેની માતા તેની સાથે સેટ પર જતી હતી.
જ્યારે સોનારિકા રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે અવાજ આવતાં તેની માતાને શંકા ગઈ હતી. રૂમમાં લાકડાના ફર્નિચરમાં એક નાનું કાણું હતું જેમાં કશુંક રાખેલું હતું. તેની માતાએ જાતે તેને બહાર ખેંચીને કાઢ્યું તો તેમાંથી એક સ્માર્ટફોન મળ્યો, જેમાં બધું જ રેકોર્ડ થઈ રહ્યું હતું. ત્યાંનો ક્લીનિંગ બોય છોકરીઓ કપડાં બદલે તે રેકોર્ડ કરવા માટે રૂમમાં ફોન છુપાવી દેતો હતો. આ બાબત સામે આવતાં જ સોનારિકાએ ગુસ્સામાં તે શખ્સને એટલો માર માર્યો હતો કે તેની બંગડીઓ પણ તૂટી ગઈ હતી.












