ગુજરાતટ્રેન્ડિંગ

ફટાકડા બાબતે પથ્થરમારો કરનારા ઝડપાયા, 7 આરોપીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

Ahmedabad Science City Road Firecracker Clash:  અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા ‘એમ્પાયર સ્કાયવ્યુ’ એપાર્ટમેન્ટ બહાર 8 નવેમ્બર 2026ની રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. બોડકદેવ પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના શકમંદોની શોધખોળ ચાલુ રાખી છે. પોલીસે આરોપીઓમાં ડરનો માહોલ ઉભો થાય અને રહીશોને સુરક્ષાની અનુભુતિ થાય તે માટે આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મારામારીની ઘટના

ફ્લેટના સ્થાનિકો અને પીડિતોના જણાવ્યા મુજબ, દિવાળીની રાત્રે સોસાયટીના ગ્રાઉન્ડમાં લોકો શાંતિથી તહેવાર મનાવી રહ્યા હતા ત્યારે કેટલાક છોકરાઓ તેમની તરફ ફટાકડા ફેંકી રહ્યા હતા. ના પાડવા છતાં તેઓ ન માન્યા અને અપશબ્દો ઉચ્ચારી મારામારી પર ઉતરી આવ્યા હતા.

આરોપીઓનો હુમલો

થોડીવાર પછી 10થી 15 જણા અને બાદમાં આશરે 30 લોકો લાકડી, દંડા અને લોખંડની પાઈપો લઈને આવ્યા હતા અને મહિલાઓ તથા બાળકો પર પથ્થરમારો કર્યો હતો. ભયાનક માહોલમાં ચેરમેન અને સોસાયટીના સભ્યોને બચાવવા માટે સ્વબચાવમાં લાયસન્સવાળી પિસ્તોલથી હવામાં 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, જાણો બાળકો અને વૃદ્ધોની કાળજી રાખવા શું કરવું?

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડાયા

આ હુમલામાં જિગ્નેશ પટેલ, જિગ્નેશ બાવા, હિતેશ પટેલ, રાકેશ પટેલ અને મૌલિક પટેલ ઈજાગ્રસ્ત થયા છે. માથામાં ગંભીર ઈજા થતાં જિગ્નેશ બાવાને સોલા સિવિલમાંથી શેલબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી

બોડકદેવ પોલીસે મિલન રબારી, મિત દેસાઈ, મૌલિક દેસાઈ સહિત 14 નામાંકિત અને 20-25 અજ્ઞાત લોકો સામે BNS હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ BCCIનો મોટો નિર્ણય! ટેસ્ટ, વનડે અને T20 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી

Back to top button