કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં 129 ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામો: માતાનામઢને મળ્યા સરપંચ

એચડી ન્યૂઝ ડેસ્ક, 25 જુન 2025: Gram Panchayat election 22મી જુને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામની ગણતરી 25મી જુને બુધવારે યોજાઇ છે. કચ્છના 9 તાલુકાની પંચાયતો માટે ગણતરીની કામગીરી સવારે શરૂ થઇ હતી. ગ્રામ પંચાયત ચૂંટણીમાં જિલ્લામાં કુલ 77.85 ટકા મતદાન થયું હતું. બપોર સુધી વિવિધ સુકાનીઓનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. કચ્છના જાણીતા તીર્થધામ માતાનામઢમાં લાંબા સમય બાદ સરપંચ મળ્યા છે. આશાપુરાના ધામ એવા માતાનામઢમાં  સરપંચ તરીકે કાસમ ભાઈ કુભાર 200 મતે વિજેતા બન્યા છે.

જિલ્લાના 9 તાલુકા મથકે મતગણતરી

લાંબા સમય બાદ યોજાયેલી અને વહીવટદારોનું શાસન ભોગવતી પંચાયતોને હવે નવા સુકાની મળવાના છે. બુધવારે સવારે કચ્છમાં 9 વાગ્યાથી જિલ્લાના 9 તાલુકા મથકે મતગણતરી શરૂ થઇ છે. ભુજ તાલુકાની 21 ગ્રામ પંચાયતની ભુજ લાલન કોલેજમાં મત ગણતરી  કરવામાં આવી હતી. કોલેજના 13 રૂમમાં કામગીરી કરાઇ હતી.

1,68,559 મતદારોએ મતદાન કર્યું હતું

22 તારીખના મતદાન દિવસે જિલ્લાના 2,16,512 મતદારો પૈકી 1,68,559 મતદારોએ મતદાન કર્યું હતું. પંચાયતના નેતા ચૂંટવાની મત ગણતરીમાં વહીવટી તંત્રનો 150 જેટલો સ્ટાફ જોડાયો છે. સાંજ સુધી ચાલનારી મત ગણતરી બાદ કચ્છની ગ્રામ પંચાયતના 1662 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

કાદિયામાં માત્ર 3 મતે જીત, રાપરમાં નોટા

નખત્રાણા તાલુકાના કાદિયા મોટાની પંચાયતમાં રસાકસી થઇ હતી. પરિણામમાં આખરે ગૌમતીબેન પટેલ 3 વોટ મતથી વિજેતા બન્યા હતા. રાપર તાલુકા ગ્રામપંચાયતના પરિણામમાં વણોઇ પંચાયતનું મતદાન 630 થયું હતું. જેમાં માદેવભાઈ વાલાભાઈ રબારી 252 વોટથી જીત્યા હતા. 13 મત નોટામાં પડ્યા હતા.

આ પણ વાંચો:

આ પણ વાંચો:

Back to top button