ગુજરાતટોપ ન્યૂઝ

દ્વારકા : તહેવારમાં ભીડનો લાભ લઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat News : દિવાળીના તહેવાર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની ભારે ભીડ જામી છે. આ ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરું કરતી એક શંકાસ્પદ ટોળકીને દ્વારકા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી 1.40 લાખની રોકડ, 5 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ 3.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી

સમગ્ર વિગત અનુસાર, દ્વારકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક બંદોબસ્તની ફરજ પર હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારમાં દર્શનાર્થીઓની ભીડની આડમાં કેટલાક શખ્સો ખિસ્સાકાતરું કરી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને 6 શકમંદોને ઝડપી લીધા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચોરી કરવાની ચોંકી જનારી મોડસ ઓપરેન્ડી

પોલીસ પૂછતાછમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ એકબીજાની મદદથી ટોળકી બનાવીને ભીડભાડ વાળી જગ્યાએ કોઈ શિકારને નિશાન બનાવતા હતા. તેમજ યાત્રાળુની આગળ અને પાછળ ગોઠવાઈને ધક્કામુક્કીીનું વાતાવરણ ઊભું કરી નજર ચૂકવીને ખિસ્સામાંથી પાકીટ, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હતા.

કુખ્યાત આરોપીઓ સામે અગાઉ પણ નોંધાયેલા છે અનેક ગુનાઓ

આ કેસમાં પકડાયેલા શખ્સોમાં રાજકોટના રાજેશ ગોવિંદભાઈ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશભાઈ કનોજીયા, નુરમહંમદ હુસેનભાઈ માલાણી, જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા તથા જૂનાગઢના બાબુ મગનભાઈ પરમાર સામેલ છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આરોપી રાજેશ સામે 2, મેહુલ સામે 3 અને બાબુ મગન પરમાર સામે 3 ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, તેમજ બાબુ પરમાર સામે અગાઉ પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરાઈ હતી.

આ પણ વાંચો : સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ-સાણંદની જોડીએ દેશભરમાં મેળવ્યો પ્રથમ ક્રમ, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો એવોર્ડ

Back to top button