પંચમહાલના શહેરામાં પ્રેમસંબંધની શંકામાં યુવકનું અપહરણ કરી હત્યા, પોલીસે 6 આરોપીઓને દબોચ્યા

Panchmahal Crime: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રેમસંબંધની શંકામાં એક 20 વર્ષીય યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાને અંજામ આપનાર 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે 1 ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગત 10 નવેમ્બરની સાંજે દલવાડા ગામનો રહેવાસી મહેશ રાઠોડ મંડપના કામે જઈ રહ્યો હતો, તે દરમિયાન કેટલાક શખસોએ “તું અમારી બહેન સાથે વાતચીત કરે છે” તેમ કહીને તેનું બાઈક પર અપહરણ કર્યું હતું.
ઢોરમાર અને ગંભીર ઈજાઓ
અપહરણ બાદ આરોપીઓએ લાકડીઓથી માર મારતા મહેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સ્થિતિ વધુ બગડતાં ગોધરા, વડોદરા અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન 11 નવેમ્બરે તેનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ મેદાન પર ઉતરતાં જ છવાયો પાકિસ્તાની બોલર, 7 વિકેટથી મચાવી સનસનાટી
પોલીસની ત્વરિત કાર્યવાહી
મૃતકના ભાઈ દિનેશ દ્વારા 7 શખસો સામે અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પંચમહાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓ
અંદરસિંહ ભારતસિંહ પટેલ, દિલીપકુમાર અંદરસિંહ પટેલ, દિવ્યેશભાઈ ગણપતસિંહ પટેલ, શૈલેશભાઈ ફતેહસિંહ પટેલ, રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ પ્રભાતભાઈ અને હિતેશકુમાર રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ. જ્યારે અલ્પેશભાઈ અંદરસિંહ પટેલ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ પિતાએ તરછોડી, મિત્રોએ દગો કર્યો, હવે માતા જ છે આ અભિનેત્રીની દુનિયા












