અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદથી છપરા જતા મુસાફરો માટે રાહત! 14 નવેમ્બરે દોડશે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Special Train  : તહેવારોની સિઝનમાં વતન જવા નીકળતા મુસાફરો માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી બિહારના છપરા વચ્ચે 14 નવેમ્બર, 2026ના રોજ વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. વધારાની મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેનમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો માટે ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

અમદાવાદથી ક્યારે ઉપડશે ટ્રેન?

પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ટ્રેન નંબર 09449 અમદાવાદ-છપરા વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ 14 નવેમ્બર, શનિવારે રાત્રે 1 વાગ્યે અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે એટલે કે 15 નવેમ્બરે બપોરે 2:10 વાગ્યે છપરા સ્ટેશન પહોંચશે. મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સ્ટેશનો પર મળશે ટ્રેનનું સ્ટોપેજ

અમદાવાદથી છપરા વચ્ચે દોડનારી આ વિશેષ ટ્રેનને અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ટ્રેનનો રૂટ નીચે મુજબ રહેશે:

  • છાયાપુરી

  • ગોધરા

  • રતલામ

  • નાગદા

  • રામગંજ મંડી

  • કોટા

  • સવાઈ માધોપુર

  • ગંગાપુર સિટી

  • બયાના

  • ઈદગાહ આગરા

  • ટૂંડલા

  • ગોવિંદપુરી

  • પ્રયાગરાજ

  • જ્ઞાનપુર રોડ

  • વારાણસી

  • ઔંડિહાર

  • ગાજીપુર સિટી

  • બલિયા

  • છપરા

ટિકિટ બુકિંગ ક્યાંથી કરાવી શકાશે?

ટ્રેન નંબર 09449 માટે એડવાન્સ ટિકિટ બુકિંગ 13 નવેમ્બર, 2026થી શરૂ થઈ ગયું છે. મુસાફરો દેશભરના તમામ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો તેમજ IRCTCની અધિકૃત વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો જાણવા માટે મુસાફરો ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકશે.

આ પણ વાંચો : UAEમાં બેકાબૂ ટ્રકનો ભયાનક અકસ્માત, 14નાં મોત

Back to top button