ગુજરાતટ્રેન્ડિંગ

આબુ-અંબાજી જવાનો પ્લાન કરો છો? વડાપ્રધાનની મુલાકાતને લઈને આ રસ્તાઓ રહેશે બંધ

PM Modi Ambaji Visit Traffic Diversion Banaskantha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા અંબાજીને જોડતા મુખ્ય માર્ગો પર 14 નવેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વાહનચાલકો માટે પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા

વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, હિંમતનગર તરફથી અંબાજી થઈને આબુરોડ જતાં વાહનોએ અંબાજીના મુખ્ય માર્ગને બદલે હડાદ-પાલનપુર મારફતે આબુરોડ તરફ અવરજવર કરવાની રહેશે. તેવી જ રીતે, આબુરોડ તરફથી અંબાજી થઈને હિંમતનગર જનારા વાહનચાલકોએ પણ અંબાજીનો રસ્તો ટાળીને પાલનપુર થઈને હિંમતનગર તરફ આગળ વધવાનું રહેશે. આ નિયમ આગામી 14 નવેમ્બર સુધી તમામ વાહનચાલકોને લાગુ પડશે.

અંબાજી દર્શનાર્થે જતાં માઈભક્તો માટે ખાસ રૂટ

વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અંબાજી માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. હિંમતનગર તરફથી દર્શન કરવા આવતા માઈભક્તો હડાદ-દાંતા મારફતે અંબાજી પહોંચી શકશે. જ્યારે પાલનપુર બાજુથી આવનારા શ્રદ્ધાળુઓ બાલારામ-વિરમપુર મારફતે પાલનપુર-દાંતા રસ્તે અંબાજી મંદિર સુધી જઈ શકશે.

આ પણ વાંચોઃ પિતાએ તરછોડી, મિત્રોએ દગો કર્યો, હવે માતા જ છે આ અભિનેત્રીની દુનિયા

વડાપ્રધાન મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ કાર્યક્રમ

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરની રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે, 14 નવેમ્બરે સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી બનાસકાંઠા જવા રવાના થશે. બપોરે અંબાજી ખાતે વડાપ્રધાન માતાજીના દર્શન અને વિશેષ પૂજાવિધિ કરશે, જેને લઈને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પંચમહાલના શહેરામાં પ્રેમસંબંધની શંકામાં યુવકનું અપહરણ કરી હત્યા, પોલીસે 6 આરોપીઓને દબોચ્યા

Back to top button