રામના લુકથી લઈને લક્ષ્મણની મસ્તી સુધી, રામાયણના સેટની BTS તસવીરો ચર્ચામાં
રવિ દુબેએ શેર કરેલી તસવીરોમાં ફિલ્મના સેટ પર કલાકારો વચ્ચેની મસ્તી અને શૂટિંગની તૈયારીઓની ઝલક જોવા મળે છે. ક્યાંક રણબીર કપૂર સ્ક્રિપ્ટ સાંભળતા જોવા મળે છે, તો ક્યાંક રવિ દુબે અને સાઈ પલ્લવી હસતાં જોવા મળે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રણબીર કપૂર અને સાઈ પલ્લવી નિતેશ તિવારીની વાત ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા

રામાયણના સેટ પરથી સામે આવેલી એક તસવીરમાં રણબીર કપૂર પોતાના રામના પાત્રના વસ્ત્રો સાથે જેકેટ પહેરેલા જોવા મળે છે. તેમની સાથે સાઈ પલ્લવી એટલે કે સીતા અને રવિ દુબે પણ જોવા મળે છે. આ દરમિયાન ત્રણેય કલાકારો દિગ્દર્શક નિતેશ તિવારીની વાતો ધ્યાનપૂર્વક સાંભળતા નજરે પડે છે.
રણબીર કપૂર સ્ક્રિપ્ટ સાંભળતા જોવા મળ્યા

બીજી તસવીરમાં સાઈ પલ્લવી આગળ જોવા મળે છે, જ્યારે પાછળ રણબીર કપૂર અને રવિ દુબે શૂટિંગ માટે સીનની અંતિમ તૈયારીઓ કરતા નજરે પડે છે. રવિ દુબેના હાથમાં સ્ક્રિપ્ટ જોવા મળે છે અને રણબીર કપૂર ધ્યાનથી સ્ક્રિપ્ટ સાંભળતા દેખાય છે. તસવીરમાં કેમેરા પણ જોવા મળે છે, જે શૂટિંગની તૈયારીઓનો અંદાજ આપે છે.
રામના ગેટઅપમાં રણબીર કપૂર હસતા જોવા મળ્યા

રવિ દુબેએ શેર કરેલી અન્ય એક તસવીરમાં રણબીર કપૂર ભગવાન રામના ગેટઅપમાં જોવા મળે છે. આ તસવીરમાં તેઓ સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે વાતચીત કરતા હસતા નજરે પડે છે. ફિલ્મના સેટ પર કલાકારો વચ્ચેની આ મસ્તી ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
તલવાર લઈને પડ્યા રવિ દુબે, સાઈ પલ્લવી પણ હસવા લાગ્યાં

રવિ દુબેએ એક એવી તસવીર પણ શેર કરી છે, જેમાં તેઓ તલવાર લઈને જમીન પર પડેલા જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે કોઈ સીનના શૂટિંગ દરમિયાન તેઓ લપસી પડ્યા હોય. આ દૃશ્ય જોઈને રવિ દુબે પોતે પણ હસતા જોવા મળે છે, જ્યારે નજીકમાં ઊભેલી સાઈ પલ્લવી પણ ખડખડાટ હસતી નજરે પડે છે. આ તસવીરો દ્વારા ચાહકોને ‘રામાયણ’ના સેટ પરની મસ્તી, કલાકારોની તૈયારી અને શૂટિંગ દરમિયાનની ખાસ પળોની ઝલક જોવા મળી છે.












