સોનમ વાંગચુકે વીડિયો બનાવી હાઉસ અરેસ્ટનો કર્યો દાવો, કહ્યું- ‘આ લોકો મને…’
Sonam Wangchuk Video : પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની નજરકેદને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે નજરકેદનો આ ત્રીજો દિવસ છે. શું ખરેખર આ નજરકેદ છે? કાયદા અને વ્યવસ્થાને લઈને મેં એક પ્રયોગ કર્યો છે.
સોનમ વાંગચુકે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલોએ સવાલ કર્યો હતો કે શું ખરેખર તેમને 60 દિવસ માટે નજરકેદ કરવામાં આવ્યા છે કે પછી માત્ર ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે? લદ્દાખના DGPએ પણ અગાઉ આવી જ વાત ટ્વીટ કરી હતી. મેજિસ્ટ્રેટના આદેશમાં સ્પષ્ટતા ન હોવાથી તેમણે વીડિયો દ્વારા આ સ્થિતિની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સોનમ વાંગચુકે વીડિયો બનાવી નજરકેદનો પુરાવો આપ્યો?
સોનમ વાંગચુકે પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેમણે આ સમગ્ર ઘટનાને રેકોર્ડ કરવાનો નિર્ણય લીધો છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે તેમને બહાર જવાની મંજૂરી છે કે નહીં. તેમણે સવાલ કર્યો કે શું વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં કોઈ સારી સરકારે પોતાની મરજી ચલાવવા માટે કાયદાઓને પોતાની રીતે વાળવા જોઈએ?
વીડિયોમાં સોનમ વાંગચુકના હાથમાં મેજિસ્ટ્રેટના આદેશની નકલ પણ જોવા મળે છે. આ આદેશમાં તેમની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમાં સ્પષ્ટપણે હાઉસ અરેસ્ટનો ઉલ્લેખ નથી.
DAY 3 OF HOUSE ARREST
Is this really house arrest !?
My Experiment with law & disorder…! Our lawyers from Supreme Court asked us if it’s is really a house arrest of 60 days as I had claimed or just ‘an advice to stay at his residence’ as the DGP Ladakh tweeted. Since the order from the magistrate is vague so we went for a videographed experiment… Here is the result!
What’s your opinion! Should a good government in the world’s largest democracy twist laws to suit their whims…!
@rashtrapatibhvn @narendramodi @AmitShah @RahulGandhi— Sonam Wangchuk (@Wangchuk66) November 13, 2026
બહાર જવાની કોશિશ કરતાં પોલીસકર્મીએ રોક્યા
વીડિયોમાં સોનમ વાંગચુક ઘરની બહાર નીકળતા જોવા મળે છે. આ દરમિયાન તેઓ ત્યાં હાજર પોલીસકર્મીને પૂછે છે કે શું તેમને બહાર જવાની મંજૂરી છે? તેઓ જણાવે છે કે સુપ્રીમ કોર્ટના વકીલોએ તેમને આ બાબતનો વીડિયો બનાવી મોકલવા કહ્યું છે. આ દરમિયાન પોલીસકર્મી તેમને પૂછે છે કે તેઓ વીડિયો કેમ બનાવી રહ્યા છે? તેના જવાબમાં સોનમ વાંગચુક કહે છે કે સુપ્રીમ કોર્ટના વકીલોએ જ વીડિયો માગ્યો છે, જેથી તેઓ જાણી શકે કે પોલીસ તેમને બહાર જતાં રોકે છે કે નહીં.
આ પણ વાંચો: ઈડરના ડુંગરી ગામે દલિત-પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ, પોલીસકર્મી પણ ઘાયલ
‘હા, હું તમને રોકી રહ્યો છું’, પોલીસકર્મીએ વીડિયોમાં સ્વીકાર્યું
વીડિયોમાં આગળ સોનમ વાંગચુક પોલીસકર્મીને કહે છે કે જો તેમને બહાર જતાં રોકવામાં આવી રહ્યા હોય તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ વીડિયોમાં કરવામાં આવે, જેથી ભવિષ્યમાં એવું ન કહેવાય કે તેમને કોઈએ રોક્યા નહોતા. ત્યારબાદ જ્યારે સોનમ વાંગચુક આગળ વધવાનો પ્રયાસ કરે છે, ત્યારે પોલીસકર્મી તેમને રોકે છે. આ અંગે સોનમ વાંગચુક પૂછે છે કે શું તેમને રોકવામાં આવી રહ્યા છે? તેના જવાબમાં પોલીસકર્મી કહે છે, ‘હા, હું તમને રોકી રહ્યો છું. મને આદેશ મળ્યો છે.’ આ પછી સોનમ વાંગચુક કહે છે કે જો તેમને બહાર જવા દેવામાં આવતા નથી અને ઘરમાં જ રહેવું પડે છે, તો તેને હાઉસ અરેસ્ટ જ કહી શકાય. આ વીડિયો દ્વારા તેમણે પોતાની અવરજવર પર લાગેલા પ્રતિબંધ અંગે સવાલો ઉઠાવ્યા છે.












