ટ્રેન્ડિંગમનોરંજન

સફેદ આંખો અને ભયાનક ચહેરો, ‘Hero Ki Horroroine’નો ફર્સ્ટ લુક જોઈને ધ્રૂજી જશો

Hero Ki Horroroine: એકતા કપૂર અને અમર બૂટાલાની નવી હોરર ફિલ્મ ‘Hero Ki Horroroine’નો ડરામણો ફર્સ્ટ લુક જાહેર થયો છે. સાજિદ ખાનના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મથી ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજા બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈને ઉભા થઈ જશે રૂંવાડાં

બોલિવૂડમાં હાલ હોરર અને સુપરનેચરલ ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે નિર્માતા એકતા આર. કપૂર અને અમર બૂટાલાએ શુક્રવાર, 13 નવેમ્બરના ખાસ અવસરે પોતાની નવી હોરર ફિલ્મ ‘હીરો કી હોરોરોઇન’ના ટાઇટલ અને ફર્સ્ટ લુક પોસ્ટર પરથી પડદો ઉઠાવ્યો છે. જય હો મીડિયા વેન્ચર્સ અને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સાજિદ ખાન કરી રહ્યા છે. મેકર્સે જાહેરાત કરી છે કે આ ફિલ્મ વર્ષ 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મનું પહેલું પોસ્ટર અને મોશન પોસ્ટર સામે આવતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અંધકાર અને ગાઢ ધુમ્મસ વચ્ચે લોહીથી લથપથ લાલ સાડી પહેરેલી એક ભયાનક મહિલાનું રૂપ જોવા મળે છે. વિખરાયેલા લાંબા વાળ, વિકૃત ચહેરો, સફેદ આંખો, અણીદાર દાંત અને પંજા જેવા ડરામણા હાથ તેના ખૌફનાક અંદાજને વધુ ભયાનક બનાવે છે. ફિલ્મના નામમાં ભલે હીરો અને હિરોઈનનો ઉલ્લેખ હોય, પરંતુ પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે દર્શકોને હોરર અને મનોરંજનનો અનોખો અનુભવ મળવાનો છે.

 

View this post on Instagram

 

યશવર્ધન આહુજા અને નિતાંશી ગોયલની જોડી આવશે નજરે

ફર્સ્ટ લુક પોસ્ટર સાથે મેકર્સે કલાકારોની સંપૂર્ણ યાદી જાહેર કરી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મથી બોલિવૂડના હીરો નંબર-1 ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજા એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કરશે. તેમની સાથે ‘લાપતા લેડીઝ’ ફિલ્મમાં ફૂલ કુમારીના પાત્રથી લોકપ્રિય બનેલી અભિનેત્રી નિતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં યશવર્ધનની માતા સુનીતા આહુજા, ચંકી પાંડે, જેમી લીવર, બૃજેન્દ્ર કાલા અને સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે.

સાજિદ ખાન લાંબા સમય બાદ નિર્દેશનમાં કરશે વાપસી

આ ફિલ્મના માધ્યમથી ‘હે બેબી’ અને ‘હાઉસફુલ’ જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલા સાજિદ ખાન લાંબા સમય બાદ નિર્દેશક તરીકે મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. બીજી તરફ, ‘બજરંગી ભાઈજાન’, ‘કેસરી’ અને ‘મિશન મજનૂ’ જેવી ફિલ્મો સાથે જોડાયેલા અમર બૂટાલા અને શોભા કપૂર, એકતા કપૂર સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હોરર અને સુપરનેચરલ જોનર એકતા કપૂર માટે હંમેશાં ખાસ રહ્યું છે. ‘ભૂત બંગલા’ અને ‘ધ વન’ જેવી ફિલ્મોની સાથે ટેલિવિઝન પર ‘નાગિન 7’ જેવા પ્રોજેક્ટ્સને લઈને પણ બાલાજી ટેલિફિલ્મ્સ ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે વર્ષ 2027માં સાજિદ ખાન અને એકતા કપૂરની આ જોડી ‘હીરો કી હોરોરોઇન’ દ્વારા દર્શકોને કેટલો ડરાવવામાં અને બોક્સ ઓફિસ પર કેટલી સફળતા મેળવવામાં સફળ રહે છે.

Back to top button