ટ્રેન્ડિંગનેશનલ

સોનમ વાંગચુકની સ્કૂલને નોટિસ, ક્લાસ એક્ટિવિટી રોકવાનો આદેશ!

Sonam Wangchuk: લદ્દાખ પ્રશાસને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત ‘હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અલ્ટરનેટિવ્સ’ (HIAL) ને મોટો ઝટકો આપ્યો છે. પ્રશાસને સંસ્થાને સૂચના આપી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેની ‘ડેઝર્ટ ફ્લાવર સ્કૂલ’માં તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવે. (Sonam Wangchuk)

આ અંગે 1 નવેમ્બરના રોજ લેહ સ્થિત તહસીલદાર કાર્યાલય દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ નોટિસ HIALનાં સહ-સ્થાપક અને CEO ગીતાંજલિ જે. આંગ્મોને સંબોધીને મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગીતાંજલિ આંગ્મો સોનમ વાંગચુકનાં પત્ની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મંજૂરી વિના જ શરૂ કરી દેવામાં આવી હતી સ્કૂલની પ્રવૃત્તિઓ

પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી નોટિસ અનુસાર, તેમને માહિતી મળી હતી કે લેહના ફ્યાંગ વિસ્તારમાં આવેલી ‘ડેઝર્ટ ફ્લાવર સ્કૂલ’માં સક્ષમ અધિકારીઓની જરૂરી સંમતિ, મંજૂરી કે મંજૂરીપત્ર મેળવ્યા વિના જ વર્ગો અને અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી હતી. નોટિસમાં 22 સપ્ટેમ્બરના એક પત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રના માધ્યમથી ગીતાંજલિ આંગ્મોએ સ્કૂલની પ્રસ્તાવિત મેનેજમેન્ટ કમિટીના સભ્યો માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) માગ્યું હતું. આ સ્કૂલ HIAL સંસ્થાના માળખા હેઠળ સંચાલિત થાય છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર, જરૂરી મંજૂરી વિના પ્રવૃત્તિઓ શરૂ કરવાના મામલે આ નોટિસ આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં કેસ વિચારાધીન

પ્રશાસને જણાવ્યું છે કે HIAL સાથે જોડાયેલો એક કેસ હાલમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં વિચારાધીન છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કાનૂની કાર્યવાહી ચાલુ હોવાથી તહસીલદારે HIAL અને ગીતાંજલિ આંગ્મોને સલાહ આપી છે કે જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મામલે અંતિમ નિર્ણય ન લેવામાં આવે અથવા આગળના આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી સ્કૂલનું સંચાલન કે અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે કોઈ પગલું ભરવામાં ન આવે. આ ઉપરાંત, હાલની સ્થિતિ જાળવી રાખવા અને કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર અસર પડે તેવી કોઈપણ પ્રવૃત્તિથી દૂર રહેવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ઓગસ્ટ 2025માં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે લદ્દાખ પ્રશાસને ઓગસ્ટ 2025માં HIALને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરી દીધી હતી. પ્રશાસનના આ નિર્ણયને સંસ્થાએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે હાલમાં સુનાવણી અને કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને પ્રશાસને સ્કૂલની પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટના અંતિમ નિર્ણય સુધી સ્કૂલનું સંચાલન બંધ રહેશે

નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો અંતિમ નિર્ણય ન આવે અથવા કોર્ટ તરફથી અન્ય કોઈ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી સ્કૂલનું સંચાલન કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી શકાશે નહીં. પ્રશાસને HIALને ચેતવણી પણ આપી છે કે કોર્ટમાં વિચારાધીન કેસને અસર પહોંચે તેવું કોઈ પગલું ભરવામાં ન આવે.

આ પણ વાંચો:દિવાળી પહેલાં ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થશે? RBIના નામે નકલી પરિપત્રથી ખળભળાટ, જાણો સત્ય

સોનમ વાંગચુકની મુશ્કેલીઓમાં વધુ વધારો

લદ્દાખમાં સોનમ વાંગચુકની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ લદ્દાખના દારૂના વેપારીઓએ પણ સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સામે મોરચો ખોલ્યો હતો. વેપારીઓએ તેમના પર બેવડાં ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે દારૂના મુદ્દે વાંગચુકનું વલણ વિરોધાભાસી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓના હિતોને અસર થઈ રહી છે.

આ પણ વાંચો:ગ્રીન એનર્જી અને પાવર સેક્ટરમાં આવશે મોટી ક્રાંતિ! સરકારે પાસ કર્યો રૂ.14,500 કરોડનો મેગા પ્લાન

Back to top button