Gmail અને Docsમાં કામ થશે આસાન! Googleએ લોન્ચ કર્યા નવા Live ફીચર્સ
Gmail : Googleએ પોતાના Workspace યુઝર્સ માટે અનેક નવા અપડેટ્સ રજૂ કર્યા છે. આ અપડેટ્સમાં Gmail, Google Docs, Drive, Meet, Sheets અને Vids જેવી એપ્સનો સમાવેશ થાય છે. નવા ફીચર્સની મદદથી હવે Docs અને Driveમાં Markdown ફાઇલો સીધી ખોલી અને એડિટ કરી શકાશે. જ્યારે Gmail અને Docsમાં બોલીને માહિતી શોધવા તેમજ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નવા વોઇસ ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે.
આ ઉપરાંત Google Meetમાં 63 ભાષાઓમાં લાઇવ ટ્રાન્સલેશનની સુવિધા પણ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નવા ફીચર્સ ધીમે-ધીમે Workspace યુઝર્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
Docs અને Driveમાં સીધી એડિટ કરી શકશો Markdown ફાઇલો
Google Docs અને Drive હવે Markdown (.md) ફાઇલોને સીધી ખોલવા અને તેમાં ફેરફાર કરવાની સુવિધા આપે છે. એટલે કે યુઝર્સે આ ફાઇલોને પહેલાં અન્ય ફોર્મેટમાં કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે. Google Docsમાં આવી ફાઇલો પર કમેન્ટ કરવાની સાથે Version History દ્વારા અગાઉ કરવામાં આવેલા ફેરફારો પણ જોઈ શકાશે. જ્યારે Driveમાં Markdown ફાઇલ ખોલવા પર ટેબલ અને લિંક જેવી વસ્તુઓ પણ યોગ્ય ફોર્મેટમાં દેખાશે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, જેઓ ટેક્નિકલ ડોક્યુમેન્ટ્સ અને AI પ્રોમ્પ્ટ્સ પર કામ કરે છે.
Gmail અને Docsમાં બોલીને કરી શકશો કામ
Googleએ Gmail Live અને Docs Live નામનાં નવા વોઇસ ફીચર્સ પણ ઉમેર્યાં છે.
-
Gmail Live: આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના ઈમેલમાં બોલીને જરૂરી માહિતી શોધી શકશે. ઉદાહરણ તરીકે, કોઈ મીટિંગની તારીખ અથવા જૂના ઈમેલમાં રહેલા પ્રોજેક્ટ અપડેટ વિશે અવાજ દ્વારા સવાલ પૂછી શકશે.
-
Docs Live: આ ફીચરમાં યુઝર્સ બોલીને પોતાના વિચારો જણાવી શકશે અને તેને પ્રોજેક્ટ બ્રીફ અથવા એક્ઝિક્યુટિવ સમરી જેવા ડ્રાફ્ટમાં ફેરવી શકશે.
આ ઉપરાંત આ ફીચર ઈમેલ, ચેટ અને Driveની ફાઇલોમાંથી જરૂરી માહિતી એકત્ર કરવામાં પણ મદદ કરી શકે છે.
Google Meetમાં 63 ભાષાઓમાં લાઇવ ટ્રાન્સલેશન
Google Meetમાં હવે 63 ભાષાઓ માટે રિયલ-ટાઇમ સ્પીચ ટ્રાન્સલેશનની સુવિધા આપવામાં આવી રહી છે. મીટિંગ દરમિયાન આ ફીચર લોકોની વાતોનું ભાષાંતર કરીને દરેક સભ્યની પસંદગીની ભાષામાં કેપ્શન બતાવી શકશે. દરેક યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે આ ફીચરને ચાલુ કરી શકશે. આ ઉપરાંત Quick Notes ફીચરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તે મીટિંગના મુખ્ય નિર્ણયો અને આગળ કરવાનાં કામોનો એક પાનાનો સારાંશ તૈયાર કરી આપશે. તેની સાથે મીટિંગની સંપૂર્ણ નોંધો અને ટ્રાન્સક્રિપ્ટ પણ ઉપલબ્ધ થશે.
Microsoft 365માંથી Workspace પર આવવું બનશે સરળ
Googleના જણાવ્યા અનુસાર, નવા માઇગ્રેશન ટૂલ્સની મદદથી Microsoft 365માંથી Workspace પર ડેટા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પાંચ ગણી સુધી ઝડપી બની શકે છે.
આ ટૂલ્સ દ્વારા નીચે મુજબ ડેટા ટ્રાન્સફર કરી શકાશે:
-
Microsoft Teamsના મેસેજ અને એટેચમેન્ટને Google Chatમાં.
-
OneDriveની ફાઇલોને Google Driveમાં.
-
SharePoint Onlineની લાઇબ્રેરીને Shared Drivesમાં.
ખાસ વાત એ છે કે આ માઇગ્રેશન ટૂલ્સનો ઉપયોગ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
Sheets અને Vidsમાં પણ નવા AI ફીચર્સ
Google Sheetsમાં Fill with Gemini અને AI Function હવે વેબ સોર્સનો હવાલો આપી શકશે. આ ઉપરાંત એક જ સમયે 3,000 સેલ સુધી કામ કરવાની સુવિધા પણ મળશે. બીજી તરફ Google Vidsમાં Gemini Omni 1.1 Flashની મદદથી AI વીડિયો બનાવવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. યુઝર્સ હવે લાંબા વીડિયો ક્લિપ્સ તૈયાર કરી શકશે, તેની અવધિ પસંદ કરી શકશે અને વીડિયોની ગુણવત્તા 1080p સુધી વધારી શકશે. આ નવા અપડેટ્સથી Google Workspaceમાં ઈમેલ લખવા, ડોક્યુમેન્ટ તૈયાર કરવા, મીટિંગમાં ભાગ લેવા અને AIની મદદથી કામ કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે.












