ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં વાહનચાલકોના ખિસ્સા પર વધશે બોજ: AMC એ પાર્કિંગ ચાર્જમાં કર્યો વધારો

AMC Parking Charges Hike in Ahmedabad:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત પે એન્ડ પાર્ક તથા રોડ પરના ઓન-સ્ટ્રીટ પાર્કિંગ માટે હવે વાહનચાલકોએ વધુ નાણાં ચૂકવવા પડશે. ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર ઉપરાંત મધ્યમ અને ભારે વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાની દરખાસ્તને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. અગાઉ ટુ-વ્હીલરના પ્રથમ કલાક માટે 5 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે હવે વધીને 10 રૂપિયા થશે. ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ પણ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ડિસેમ્બરથી નવા દર લાગુ થવાની શક્યતા

ટાઉન પ્લાનિંગ કમિટીની મંજૂરી બાદ હવે આ દરખાસ્ત આગામી તબક્કે સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ ડિસેમ્બરમાં આ નવા દર લાગુ થવાની શક્યતા સેવાઈ રહી છે.

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાર્કિંગ ચાર્જ વધારવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. કમિશનર દ્વારા સૂચવાયેલા દરોમાં કેટલાક ફેરફાર કરીને કમિટીએ આ દરોને મંજૂરી આપી છે. આ નવા દર ઓન-રોડ અને ઓફ-રોડ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ સહિત કોર્પોરેશન સંચાલિત તમામ પાર્કિંગ સ્થળો પર લાગુ થશે.

આ પણ વાંચોઃ આ જ ઈચ્છતુ હતું બજાર? અહીં ટ્રમ્પની હાર, ત્યાં અમેરિકન માર્કેટમાં તેજીનું સિગ્નલ

ટુ-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં ફેરફાર

ટુ-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યો છે. જોકે, મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા અન્ય સમયગાળાના દરોમાં કમિટીએ ઘટાડો કરીને મંજૂરી આપી છે:

  • પ્રથમ 1 કલાક સુધી: 10 રૂપિયા

  • 1 થી 3 કલાક માટે: 20 રૂપિયાને બદલે 15 રૂપિયા

  • 3 થી 6 કલાક માટે: 35 રૂપિયાને બદલે 25 રૂપિયા

  • 6 થી 12 કલાક માટે: 50 રૂપિયાને બદલે 40 રૂપિયા

  • 12 થી 24 કલાક માટે: 70 રૂપિયાને બદલે 55 રૂપિયા

ફોર-વ્હીલરના પાર્કિંગ ચાર્જમાં ફેરફાર

ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે:

  • પ્રથમ 1 કલાક સુધી: 20 રૂપિયા

  • 1 થી 2 કલાક માટે: 40 રૂપિયા

  • 3 થી 6 કલાક માટે: 80 રૂપિયા

  • 6 થી 12 કલાક માટે: 120 રૂપિયા

  • 12 થી 24 કલાક માટે: 170 રૂપિયા

આ પણ વાંચોઃ સિગરેટના કારણે કાળા થઈ જાય છે હોઠ? ડર્મેટોલોજિસ્ટ પાસે જાણો કેવી રીતે કરો સારવાર

Back to top button