દિવાળી પહેલા ગુજરાત યુથ કોંગ્રેસમાં ‘સફાઈ અભિયાન’: રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનાર થયા સસ્પેન્ડ

Gujarat Youth Congress Office Bearers Suspended: દિવાળીના તહેવાર પહેલા ગુજરાત યુથ કોંગ્રેસ (NSUI) ના સંગઠનમાં એક મોટું ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બર 2026 ના રોજ યોજાયેલી રાહુલ ગાંધીની મહારેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ કડક શિસ્તભંગના પગલામાં સ્ટેટ સેક્રેટરી સહિત 24 જિલ્લા પ્રમુખોને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) નો કડક આદેશ
ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હોદ્દેદારોની ગેરહાજરીને હાઈકમાન્ડે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ શિસ્તભંગ બદલ આઈવાયસી (IYC) નેતૃત્વએ આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ ગેરહાજર હોદ્દેદારોને તાત્કાલિક અસરથી પદ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ સચિનનો રેકોર્ડ તૂટ્યો, ODI રન ચેઝના નવા બાદશાહ બન્યા વિરાટ કોહલી!
રાહુલ ગાંધીની દિલ્હીમાં યોજાયેલી ‘દિલ્હી ચલો’ મહારેલી પક્ષ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. તે છતાં ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખો ગેરહાજર રહેતા સંગઠન દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.














