ટ્રેન્ડિંગ

₹15માં અનલિમિટેડ 5G ડેટા! Jioએ લોન્ચ કર્યો નવો પ્લાન

JIO : ટેલિકોમ કંપની રિલાયન્સ Jioએ પોતાના ગ્રાહકો માટે માત્ર ₹15માં અનલિમિટેડ 5G ડેટા પેક લોન્ચ કર્યો છે. આ પેકની વેલિડિટી 24 કલાક એટલે કે એક દિવસની રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને આ પેકમાં આખા 24 કલાક સુધી અનલિમિટેડ હાઈસ્પીડ 5G ડેટાની સુવિધા મળશે. આ પેક ખાસ એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે, જેમને ઓછા સમય માટે વધુ ડેટાની જરૂર પડે છે. (JIO) 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

₹15ના પેકમાં શું-શું મળશે?

Jioના આ નવા ડેટા પેકની કિંમત ₹15 રાખવામાં આવી છે. તેની વેલિડિટી એક દિવસ એટલે કે 24 કલાકની રહેશે. કંપનીએ આ પેક દેશભરમાં ઉપલબ્ધ કરાવ્યો છે. એટલે કે તમામ ટેલિકોમ સર્કલના ગ્રાહકો આ પેકનો લાભ લઈ શકશે. આ પેક દ્વારા યુઝર્સ ડેટા લિમિટની ચિંતા કર્યા વગર ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ, ગેમિંગ, મોટી ફાઇલો ડાઉનલોડ કરવા અને ક્લાઉડ બેકઅપ જેવા કામ કરી શકશે. આ ઉપરાંત, 5G સ્માર્ટફોનને હોટસ્પોટ બનાવીને લેપટોપ અને ટેબલેટમાં પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે.

વીડિયો સ્ટ્રીમિંગથી લઈને ગેમિંગ સુધી મળશે ફાયદો

કંપનીના જણાવ્યા અનુસાર, આ પેક દ્વારા યુઝર્સ હાઈ-ક્વોલિટી અને 4K વીડિયો સ્ટ્રીમિંગ કરી શકશે. ઓનલાઈન ગેમ રમતા ગ્રાહકોને પણ તેનો ફાયદો મળી શકે છે. આ ઉપરાંત, મોટી ફાઇલો, ગેમ્સ અને સોફ્ટવેર અપડેટ્સ ડાઉનલોડ કરવા માટે પણ આ પેક ઉપયોગી સાબિત થઈ શકે છે. વર્ક ફ્રોમ હોમ કરતા યુઝર્સ લેપટોપ અને અન્ય ડિવાઇસમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે મોબાઈલ હોટસ્પોટની સુવિધા લઈ શકશે. મોટી વીડિયો ફાઇલો અને ડિવાઇસનો બેકઅપ ક્લાઉડ પર અપલોડ કરવા માટે પણ આ પેકનો ઉપયોગ કરી શકાશે.

ક્યાંથી કરાવી શકશો રિચાર્જ?

Jioનો ₹15નો અનલિમિટેડ 5G ડેટા પેક હવે દેશભરમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો નીચેના માધ્યમો દ્વારા રિચાર્જ કરાવી શકશે:

  • MyJio એપ

  • Jioની સત્તાવાર વેબસાઇટ Jio.com

  • રિલાયન્સ રિટેલ સ્ટોર

  • અન્ય રિટેલ આઉટલેટ્સ

  • થર્ડ પાર્ટી રિચાર્જ પ્લેટફોર્મ

  • કંપનીનું એન્ટરપ્રાઇઝ પોર્ટલ

આ રીતે માત્ર ₹15માં એક દિવસ માટે અનલિમિટેડ 5G ડેટાનો લાભ લઈ શકાશે.

Back to top button