ટ્રેન્ડિંગમનોરંજન

તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને ધમકી આપનાર IT એન્જિનિયર ઝડપાયો

Ayushmann Khurrana: બોલિવૂડના જાણીતા અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. બંને કલાકારોને ધમકીભર્યા ફોન અને મેસેજ કરનાર વ્યક્તિની પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ વૈભવ મિશ્રા તરીકે થઈ છે, જે વ્યવસાયે IT એન્જિનિયર છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આપતો હતો ધમકી

મુંબઈ પોલીસે વૈભવ મિશ્રાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી બોલિવૂડ કલાકારો અને વેપારીઓને ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ કરતો હતો. તે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતો હતો. જોકે, પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિને લોરેન્સ બિશ્નોઈ કે તેની ગેંગ સાથે કોઈ સંબંધ નથી.

તુષાર કપૂર પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી

મંગળવારે તુષાર કપૂરને એક વ્યક્તિએ ધમકીભર્યો ઓડિયો વોઇસ નોટ મોકલ્યો હતો. આ મેસેજમાં અભિનેતા પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. ફોન કરનારે પોતાની ઓળખ ગેંગસ્ટર હેરી બોક્સર તરીકે આપી હતી. જોકે, પોલીસે તપાસ દરમિયાન હેરી બોક્સર અને ધમકી આપનાર વ્યક્તિના અવાજની સરખામણી કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલાની હકીકત સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તુષાર કપૂરને ફોન પર ધમકી આપનાર વ્યક્તિ વૈભવ મિશ્રા જ હતો.

આયુષ્માન ખુરાનાને પણ મળ્યો ધમકીભર્યો ઓડિયો મેસેજ

તુષાર કપૂર બાદ અભિનેતા આયુષ્માન ખુરાનાને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો. વૈભવ મિશ્રાએ આયુષ્માનને ધમકાવતી વખતે પણ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો હતો અને તેમની પાસે કરોડો રૂપિયાની માગણી કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આયુષ્માને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: દિવાળી પર ગુજરાતને વિકાસની ભેટ આપશે અમિત શાહ, ચાર દિવસીય પ્રવાસનું આયોજન

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ બાદ બોલિવૂડમાં ચિંતા

તાજેતરમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલી ફાયરિંગની ઘટના બાદ બોલિવૂડમાં ચિંતાનો માહોલ છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેમના નિશાન પર સલમાન ખાન, અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સહિત અન્ય કલાકારો પણ હતા. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ પરિસ્થિતિનો લાભ લઈને તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને ધમકી આપનાર વ્યક્તિએ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: સચિનનો રેકોર્ડ તૂટ્યો, ODI રન ચેઝના નવા બાદશાહ બન્યા વિરાટ કોહલી!

Back to top button