મિડિલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: ઈરાને હોર્મુઝથી પસાર થતા ભારતીય જહાજોને પ્રતિબંધોમાંથી આપી મુક્તિ

Middle East Tensions: મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારત માટે એક અત્યંત રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાને હોર્મુજ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી ભારત, ચીન, ઈરાક અને કતરને મુક્તિ આપવાની જાહેરાત કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારતને મળી રાહત
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે આ દરિયાઈ માર્ગેથી વેપાર કરવો અત્યંત મુશ્કેલ બની ગયો હતો. પરંતુ આ નિર્ણયથી ભારતીય શિપિંગ ક્ષેત્ર અને એનર્જી સપ્લાયને બહુ મોટી રાહત મળવાની અપેક્ષા છે.
ઈરાનની સંસદની નેશનલ સિક્યુરિટી અને ફોરેન પોલિસી કમિટીના વાઈસ ચેરમેન અમીર હયાત મુકદ્દમે એક ઈન્ટરવ્યુમાં આ છૂટછાટ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા ઈરાનના આ ચારેય દેશો સાથે જોડાયેલા હિતો પર આધારિત છે.
આ પણ વાંચોઃ સિગરેટના કારણે કાળા થઈ જાય છે હોઠ? ડર્મેટોલોજિસ્ટ પાસે જાણો કેવી રીતે કરો સારવાર
મુકદ્દમે જણાવ્યું હતું કે, “અમે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતરને હોર્મુજમાં ટ્રાન્ઝિટ પ્રતિબંધોમાંથી મુક્ત કર્યા છે. આ દેશોના જહાજો મુક્તપણે પસાર થઈ રહ્યા છે અને અમેરિકનો પણ તેમને રોકી રહ્યા નથી.”
ભારત અને ચીનને છૂટ આપવા પાછળનું કારણ
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતને આ છૂટ આપવા પાછળ ઈરાનની જીવનરક્ષક દવાઓની જરૂરિયાત એક મહત્વનું કારણ છે. કડક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ચાલુ યુદ્ધના કારણે ઈરાનને વૈશ્વિક બજારોમાંથી દવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતનું ફાર્માસ્યુટિકલ સેક્ટર ઈરાન માટે એક મહત્વપૂર્ણ સપ્લાયર છે. ભારતીય જહાજોને રસ્તો આપવાથી ઈરાનને ભારતમાંથી જરૂરી સામાન અને દવાઓ મેળવવામાં સરળતા રહેશે.
બીજી તરફ, ચીનના કિસ્સામાં ઈરાનની વ્યૂહરચના રાજકીય સમર્થન મેળવવાની છે. ચીન ઉર્જા અને વેપારના મોરચે ઈરાનનો મોટો ભાગીદાર છે અને અમેરિકી દબાણ વચ્ચે બેઇજિંગનું રાજદ્વારી સમર્થન ઈરાન માટે ખૂબ મહત્વ ધરાવે છે.
ભારત માટે કેમ અત્યંત મહત્વપૂર્ણ છે હોર્મુજ?
ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો હોર્મુજ માર્ગ દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ રસ્તો છે, જે પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. ભારત માટે આ રસ્તો એક જરૂરી ‘એનર્જી લાઈફલાઈન’ સમાન છે.
કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રાલયના આંકડા મુજબ, 2026 ના આ સંઘર્ષ પહેલાં ભારતની ક્રૂડ ઓઈલની આયાતનો આશરે 45% હિસ્સો અને LPG ની આયાતનો આશરે 90% હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થતો હતો. આ સિવાય ભારત પોતાના LNG સપ્લાયનો મોટો ભાગ, ખાસ કરીને કતર અને UAE થી, આ જ રસ્તેથી મેળવે છે.
આ પણ વાંચોઃ દિવાળી પર ગુજરાતને વિકાસની ભેટ આપશે અમિત શાહ, ચાર દિવસીય પ્રવાસનું આયોજન












