શાહી સાડીમાં આલિયાનો જાદુ, ‘રામાયણ’ સ્ક્રીનિંગમાં લાગી અપ્સરા!
Alia Bhatt: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ ‘રામાયણ’ના મુંબઈ પ્રીમિયરમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટનો સાડીવાળો અંદાજ ખાસ ચર્ચામાં રહ્યો હતો. ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયર માટે આલિયાએ દેશી ગ્લેમ લુક પસંદ કર્યો હતો. સાદી સાડી સાથે ટ્રેન્ડી ડિઝાઇનનો બ્લાઉઝ પહેરીને અભિનેત્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિવાળી પહેલાં જ આલિયાના આ લુકે ફેન્સનાં દિલ જીતી લીધાં છે. જો તમને પણ આલિયાનો આ અંદાજ પસંદ આવ્યો હોય, તો ચાલો જાણીએ તેના આ ખાસ સાડી લુકની વિગતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આલિયાએ પહેરી અનાવિલાની પ્યોર લિનન સાડી
‘રામાયણ’ના પ્રીમિયર માટે આલિયા ભટ્ટે અનાવિલાની પ્યોર લિનન સાડી પસંદ કરી હતી. ગ્રે અને આછા લીલા રંગની વચ્ચે દેખાતો સાડીનો શેડ ખૂબ જ શાંત અને ફ્રેશ લુક આપી રહ્યો હતો. સાડીની કિનારી પરની બ્લુ બોર્ડર તેની સુંદરતામાં વધારો કરતી હતી. એકદમ સાદી અને આકર્ષક સાડી સાથે આલિયાએ હેવી બ્લાઉઝ પહેર્યો હતો, જેના કારણે તેનો આખો લુક વધુ ખાસ બની ગયો હતો.
સિલ્વર બ્લાઉઝે લુકમાં ઉમેર્યો ગ્લેમરનો તડકો
ક્લાસી લિનન સાડી સાથે આલિયાએ ડિઝાઇનર રિમ્પલ અને હરપ્રીતનું રૉ સિલ્વર બ્લાઉઝ પહેર્યું હતું. આ બ્લાઉઝમાં મેટાલિક ડિટેલિંગ અને રંગબેરંગી શણગાર જોવા મળતો હતો. તેની ખાસિયત તેની અનોખી ડિઝાઇન હતી. સામાન્ય સિલ્વર બ્લાઉઝથી અલગ દેખાતું આ બ્લાઉઝ બારીક ડિટેલિંગથી સજાવવામાં આવ્યું હતું. તેનો હોલ્ટર નેક અને બેકલેસ પેટર્ન આલિયાના ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચ ઉમેરી રહ્યા હતા.
View this post on Instagram
સ્ટેટમેન્ટ ઇયરિંગ્સે વધારી સુંદરતા
આલિયાના આ સાડી લુકને વધુ આકર્ષક બનાવવા માટે સ્ટાઇલિસ્ટ રિયા કપૂરે તેની સાથે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પસંદ કર્યાં હતાં. તેમાં લીલા અને વાદળી રંગની ઝલક જોવા મળતી હતી. ઇયરિંગ્સના રંગો સાડીની બ્લુ બોર્ડર અને બ્લાઉઝની ડિટેલિંગ સાથે સુંદર રીતે મેળ ખાતા હતા. જ્વેલરીથી લઈને આઉટફિટ સુધી દરેક વસ્તુ એકબીજાને પરફેક્ટલી કોમ્પ્લિમેન્ટ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
નેચરલ મેકઅપ અને ખુલ્લા વાળથી લુક કર્યો પૂર્ણ
આલિયા ભટ્ટ સામાન્ય રીતે હળવો અને નેચરલ મેકઅપ પસંદ કરે છે. આ સાડી લુકમાં પણ તેણે હેવી મેકઅપ કરવાને બદલે સોફ્ટ અને નેચરલ લુક રાખ્યો હતો. ખુલ્લા વેવી વાળ, હળવી લિપસ્ટિક અને નાની બિંદીએ તેના ચહેરાની સુંદરતામાં વધારો કર્યો હતો. તેનો આ આખો લુક સાદગી અને ગ્લેમરનું સુંદર કોમ્બિનેશન બની રહ્યો હતો.
આ પણ વાંચો:ખેડૂતો માટે પાણી અને પશુપાલકો માટે વીમાની ભેટ, સરકારની નવી તૈયારી
દિવાળી માટે યુવતીઓ ટ્રાય કરી શકે છે આલિયાનો લુક
આલિયા ભટ્ટનો આ સાડી લુક આધુનિક યુવતીઓ માટે દિવાળી પર એક ફ્રેશ અને ટ્રેન્ડી ફેશન આઇડિયા બની શકે છે. જો તમે પણ તહેવારમાં ભારે ભરખમ સાડી કે આઉટફિટને બદલે કંઈક અલગ અને ક્લાસી પહેરવા માગતા હો, તો લિનન સાડી સાથે ડિઝાઇનર બ્લાઉઝ અને સ્ટેટમેન્ટ જ્વેલરીનો આ કોમ્બિનેશન અજમાવી શકો છો.












