IND vs AFG: વૈભવ સૂર્યવંશી પ્લેઇંગ-11 માંથી કેમ બહાર થયો? ફેન્સના દિલ તૂટ્યા

IND vs AFG: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં ૧૫ વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ- માં સ્થાન ન મળતાં ફેન્સ ભારે નિરાશ થયા છે. સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો વૈભવનું બેટિંગ પરફોર્મન્સ જોવા આવ્યા હતા, પરંતુ ટોસ વખતે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે તેને પ્લેઇંગ-11 માં સામેલ ન કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટીમ કોમ્બિનેશન અને આકરું કોમ્પિટીશન
વૈભવને બહાર બેસાડવા પાછળ તેની કોઈ ભૂલ નહીં, પરંતુ ટીમનું કોમ્બિનેશન અને કડક સ્પર્ધા જવાબદાર છે. ટીમ મેનેજમેન્ટે ઓપનિંગમાં સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડી પર ફરીથી ભરોસો મૂક્યો છે, જ્યારે ત્રીજા ક્રમે ઈશાન કિશનને યથાવત રાખવામાં આવ્યો છે. આ કારણે ટોપ-ઓર્ડરમાં વૈભવ માટે જગ્યા બની શકી નહીં. કેપ્ટન શ્રેયસ અય્યરે અનુભવી ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ પૂરા : શિક્ષણક્ષેત્રે ગુજરાત બન્યું અગ્રેસર, આરોગ્યક્ષેત્રે મોટા નિર્ણયો
ઈન્ટરનેશનલ ડેબ્યૂ માટે જોવી પડશે રાહ
સોશિયલ મીડિયા પર ફેન્સ આ નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને અફઘાનિસ્તાન જેવી સિરીઝમાં યુવા ખેલાડીઓને તક આપવાની માંગ કરી રહ્યા છે. વૈભવને ભારતીય જમીન પર તેના ઈન્ટરનેશનલ ડેબ્યૂ માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે, પરંતુ તેની પ્રતિભાને કારણે તે ટૂંક સમયમાં મેદાન પર ઉતરશે તેવી ફેન્સને આશા છે.
આ પણ વાંચોઃ બિગ બોસ 20 ની કાસ્ટિંગ પર ઉઠ્યા સવાલો, ટ્રોલિંગ પર સલમાન ખાને તોડ્યું મૌન!












