ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

BCCIનો મોટો નિર્ણય! ટેસ્ટ, વનડે અને T20 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી

TEAM INDIA : ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં પોતાની તાકાત બતાવવાની તક મળશે. આ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે અનુભવી ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને T20I ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ T20I મેચની શ્રેણી રમશે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

BCCIની મહિલા પસંદગી સમિતિએ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ ટીમોની પસંદગી કરી છે. ટેસ્ટ અને વનડે ટીમમાં કેપ્ટન સ્મૃતિ મંધાના ઉપરાંત શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ જેવી મુખ્ય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. વિકેટકીપરની જવાબદારી રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા સંભાળશે, જ્યારે દીપ્તિ શર્માને ઉપકપ્તાન બનાવવામાં આવી છે. ટેસ્ટ અને વનડે ટીમમાં સ્નેહ રાણા, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિંટિમણી કલિતા અને સયાલી સતઘરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શેફાલી વર્માને T20 ટીમની ઉપકપ્તાનીની જવાબદારી

T20I ટીમની કમાન પણ સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે, જ્યારે શેફાલી વર્માને ઉપકપ્તાન બનાવવામાં આવી છે. આ ટીમમાં નિકી પ્રસાદ, જી. કમલિની અને અનૂષ્કા શર્મા જેવી ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.

આ ઉપરાંત જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા પણ T20I ટીમનો ભાગ છે. બોલિંગ વિભાગમાં શ્રી ચરણી, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુન્ધતી રેડ્ડી અને સયાલી સતઘરેને સ્થાન મળ્યું છે. અમનજોત કૌર પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.

આ પણ વાંચો:IPL ઑક્શનમાં પૈસા હશે પણ ખરીદવા માટે ખેલાડી નહીં મળે! KKR ની રણનીતિ પર ઉઠ્યા સવાલ

ભારતીય મહિલા ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ

ભારતીય મહિલા ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત 9 ડિસેમ્બરે ટેસ્ટ મેચથી થશે. ત્યારબાદ વનડે અને T20I શ્રેણી રમાશે.

  • પ્રથમ ટેસ્ટ: 9 ડિસેમ્બર – ગ્કેબેરહા
  • પ્રથમ વનડે: 16 ડિસેમ્બર – પાર્લ
  • બીજી વનડે: 19 ડિસેમ્બર – કેપટાઉન
  • ત્રીજી વનડે: 22 ડિસેમ્બર – બ્લોમફોન્ટેન
  • પ્રથમ T20I: 26 ડિસેમ્બર – બેનોની
  • બીજી T20I: 29 ડિસેમ્બર – પોટચેફસ્ટ્રૂમ
  • ત્રીજી T20I: 30 ડિસેમ્બર – પોટચેફસ્ટ્રૂમ

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ

ભારતની ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (ઉપકપ્તાન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિંટિમણી કલિતા અને સયાલી સતઘરે.

ભારતની વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (ઉપકપ્તાન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિંટિમણી કલિતા અને સયાલી સતઘરે.

ભારતની T20I ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (ઉપકપ્તાન), જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની, અનૂષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમા રાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુન્ધતી રેડ્ડી અને સયાલી સતઘરે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં મહિલા ટીવી એન્કરની ગોળી મારી હત્યા, પતિ પર શંકા

Back to top button