‘ફટાકડા ફોડનારાઓને જેલમાં પૂરો’! પ્રદુષણ સામે ઉર્ફી જાવેદ અને ભૂમિ પેડનેકરે વ્યક્ત કર્યો રોષ
Urfi Javed : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી ઉર્ફી જાવેદનું વધતા પ્રદૂષણને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. ફટાકડા ફોડવાના કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરતાં ઉર્ફીએ ફટાકડા ફોડનારાઓ સામે આકરો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ફટાકડા ફોડનારા દરેક વ્યક્તિને જેલમાં નાખવાની વાત કહી છે. ઉર્ફીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. માત્ર ઉર્ફી જ નહીં, પરંતુ બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ ફટાકડા ફોડનારાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. ભૂમિએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્રદૂષણ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2
ભૂમિ પેડનેકરે ખરાબ AQI અંગે વ્યક્ત કરી ચિંતા
ભૂમિ પેડનેકરે પોતાની પોસ્ટમાં હવાની ખરાબ ગુણવત્તા એટલે કે AQIનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 9 નવેમ્બરની રાત્રે લગભગ 3 વાગ્યે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “ઘરોમાં આગ લાગી છે. AQI અત્યંત જોખમી સ્તરે છે. રસ્તાઓ કચરાથી ભરેલા છે. રાતના 3 વાગ્યા છે અને મને માત્ર ફટાકડાના જોરદાર અવાજો સંભળાઈ રહ્યા છે. રસ્તાઓ પર લોકો ખુલ્લેઆમ ફટાકડા ફોડી રહ્યા હતા, જ્યારે તેની મંજૂરી પણ નથી. આ ખૂબ જ દુઃખદ છે.” ભૂમિએ પોતાની આ પોસ્ટમાં મુંબઈ પોલીસ અને BMCને પણ ટેગ કર્યા હતા.
ઉર્ફી જાવેદે પોસ્ટમાં શું કહ્યું?
9 નવેમ્બરે ઉર્ફી જાવેદે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને ફટાકડા ફોડનારાઓ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
તેમણે લખ્યું હતું કે, “ફટાકડા ફોડનારા દરેક વ્યક્તિને જેલમાં નાખી દેવા જોઈએ. વાત પૂરી! આ લોકોની હરકતોએ કેવી હાલત કરી નાખી છે!”

ઉલ્લેખનીય છે કે બંને અભિનેત્રીઓની આ પોસ્ટ દિવાળીના બીજા દિવસે સામે આવી હતી. વધતા હવા પ્રદૂષણ અને ફટાકડાના અવાજને લઈને બંનેએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: BCCIનો મોટો નિર્ણય! ટેસ્ટ, વનડે અને T20 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી
ભૂમિ પેડણેકરે દિવાળીની ઉજવણીમાં થતી સમસ્યાઓનો પણ કર્યો ઉલ્લેખ
View this post on Instagram
ભૂમિ પેડનેકરે અન્ય એક પોસ્ટમાં દિવાળીના તહેવાર દરમિયાન થતી પર્યાવરણીય સમસ્યાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, “દિવાળી પ્રકાશ, પ્રેમ, પરિવાર અને નવી શરૂઆતનો તહેવાર છે. પરંતુ દર વર્ષે ઉજવણીની સાથે કેટલીક સમસ્યાઓ પણ સામે આવે છે. હવાનું પ્રદૂષણ, ફટાકડાનો કચરો, ઘોંઘાટ અને ડરી ગયેલા પ્રાણીઓ. ફટાકડામાંથી નીકળતા સૂક્ષ્મ કણો અને અન્ય પ્રદૂષક તત્ત્વો પહેલેથી જ ખરાબ હવાની સ્થિતિને વધુ બગાડે છે.” આ રીતે ઉર્ફી જાવેદ અને ભૂમિ પેડણેકરે દિવાળી બાદ વધતા પ્રદૂષણ, ફટાકડાના અવાજ અને પર્યાવરણ પર થતી અસરો અંગે સોશિયલ મીડિયા મારફતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.












