ટ્રેન્ડિંગમનોરંજન

બિગ બોસ 20 ની કાસ્ટિંગ પર ઉઠ્યા સવાલો, ટ્રોલિંગ પર સલમાન ખાને તોડ્યું મૌન!

Big Boss:  સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરના ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં બિગ બોસ 20 ને લઈને થઈ રહેલી ભારે ટીકાઓ પર ખુલીને વાત કરી છે. તેમણે સ્વીકાર્યું કે, શોની કાસ્ટિંગને લઈને મેકર્સથી કેટલીક ભૂલો થઈ છે. આ સાથે જ સલમાને ઘરના એવા સભ્યોનો ક્લાસ લીધો હતો, જેમણે પ્રથમ અઠવાડિયે શોમાં કોઈ ખાસ મનોરંજન પૂરું પાડ્યું ન હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બિગ બોસ એક એવો શો રહ્યો છે જેમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચેની ટક્કર લાઈમલાઈટમાં રહે છે. જોકે, આ સીઝનમાં સ્પર્ધકો વચ્ચેની લડાઈ પ્રેક્ષકોને ‘ક્રિન્જ’ અને માત્ર શોરબકોર જેવી લાગી રહી છે. સોશિયલ મીડિયા પર શોના મેકર્સને ખરાબ કાસ્ટિંગ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

કાસ્ટિંગ પર સલમાન ખાને આપી સ્પષ્ટતા

આ ટીકાઓ પર ગંભીરતા દર્શાવતા સલમાન ખાને ઘરના સભ્યો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, “અમે વિચાર્યું હતું કે કન્ટેસ્ટન્ટ્સને સમજી-વિચારીને પસંદ કરાયા છે, પરંતુ ક્યારેક પસંદગીમાં ભૂલ થઈ જાય છે. જે કન્ટેસ્ટન્ટ્સ શોમાં ખાસ દેખાતા નથી, તેઓ ઓછો સ્ક્રીન ટાઈમ મળ્યાનો બચાવ કરે છે, પરંતુ અસલ વાત એ છે કે તેમનું કામ એટલું પ્રભાવશાળી નથી કે તેને શોમાં બતાવી શકાય.”
આ દરમિયાન સલમાને અમન ગાંધીને સમજાવતા કહ્યું કે જો તે મુખ્ય પાત્ર તરીકે દેખાવા માંગતો હોય તો તેણે તે મુજબ રમવું પડશે. જ્યારે ઉદિતિ સિંહને સણસણતો જવાબ આપતા કહ્યું કે તેને માત્ર સુંદરતાના આધારે નહીં પરંતુ તેની પર્સનાલિટીના કારણે શોમાં લાવવામાં આવી છે.

8 મહિનાની મહેનત પછી થાય છે પસંદગી

સલમાન ખાને નેશનલ ટીવી પર કાસ્ટિંગ પ્રક્રિયા વિશે જણાવતા કહ્યું કે શોની ટીમ હજારો લોકોના ઈન્ટરવ્યુ લે છે. આશરે 8 મહિનાની મહેનત પછી અલગ-અલગ ક્ષેત્રોમાંથી 16 સભ્યોને પસંદ કરવામાં આવે છે. તેણે ઉમેર્યું કે શરૂઆતમાં ભલે કાસ્ટિંગ પર સવાલો ઉઠ્યા હોય, પણ હવે કેટલાક કન્ટેસ્ટન્ટ્સે દર્શકોના દિલમાં જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું છે.

સ્પર્ધકોને સલમાનની મહત્વપૂર્ણ સલાહ

સલમાને રોહેદ ખાન અને રીતિ તિવારીને પણ તેમના પર્ફોર્મન્સ બદલ ટોક્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે બિગ બોસમાં આવનાર દરેક વ્યક્તિ પહેલેથી જ મોટો સ્ટાર હોય તે જરૂરી નથી. આ શો વ્યક્તિની અસલી પર્સનાલિટી બતાવવાનો છે. જેઓ હજુ મોટા સેલિબ્રિટી નથી, તેમના માટે આ શો પોતાની પ્રતિભા દર્શાવીને સ્ટાર બનવાની શ્રેષ્ઠ તક છે.
Back to top button