હવે ટ્રેનમાં પાળતુ પ્રાણીઓ સાથે મુસાફરી થશે આસાન, વંદે ભારતમાં મળ્યું ખાસ ડૉગ બૉક્સ

Vande Bharat Sleeper Train Pet Box Facility: પાલતુ પ્રાણીઓને ઘર પર છોડીને લાંબા અંતરની મુસાફરી કરવી ઘણા લોકો માટે મુશ્કેલ હોય છે. ખાસ કરીને ત્યારે, જ્યારે પરિવાર સાથે ઘણા દિવસો માટે ક્યાંક જવાનું હોય. આવા મુસાફરો માટે રેલવેની નવી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ખાસ ઇન્તજામ કરવામાં આવ્યા છે. તેમાં પાળતુ પ્રાણીઓને લઈ જવા માટે અલગથી બૉક્સ (Box) ની સુવિધા આપવામાં આવી છે. ટ્રાવેલ ક્રિએટર કૈલાશી યશ બાજપાઈએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેનો વીડિયો શેર કર્યો છે, જેમાં ટ્રેનની અંદર બનેલું આ ખાસ બૉક્સ જોઈ શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પાંજરા જેવું એક અલગ એન્ક્લોઝર છે, જેમાં દરવાજો બંધ કરવા માટે કડી લગાવેલી છે. તેમાં પેટ્સના ખાવા અને પીવા માટે અલગ-અલગ હોલ્ડર પણ આપવામાં આવ્યા છે. આ સુવિધા ખાસ કરીને રાતભરની લાંબી મુસાફરીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જોકે, રેલવેના સત્તાવાર દસ્તાવેજમાં ખાસ કરીને ડૉગ બૉક્સનો ઉલ્લેખ છે, જેનાથી તે સ્પષ્ટ નથી કે બિલાડી કે અન્ય નાના પાળતુ પ્રાણીઓને પણ આમાં લઈ જવાની મંજૂરી હશે કે નહીં.
ટ્રેનમાં શ્વાન લઈ જવાના હાલના નિયમો
ભારતીય રેલવેમાં પહેલેથી જ પાળતુ પ્રાણીઓને સાથે લઈ જવાના નિયમો છે. રેલવેના પેસેન્જર ઇન્ફોર્મેશન પૉર્ટલ મુજબ, મુસાફરો પોતાના શ્વાનને બ્રેક વેનમાં બનેલા ડૉગ બૉક્સ દ્વારા લઈ જઈ શકે છે. આ ઉપરાંત ફર્સ્ટ એસી કે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરનારા મુસાફરો કેટલીક શરતો સાથે પોતાના શ્વાનને પોતાના કમ્પાર્ટમેન્ટમાં પણ રાખી શકે છે. તેના માટે અન્ય મુસાફરોની સંમતિ જરૂરી હોય છે. જ્યારે એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના ડબ્બાઓમાં પાળતુ પ્રાણીઓને લઈ જવાની મંજૂરી હોતી નથી.
આ પણ વાંચોઃ દિવાળીની ઉજવણી બાદ અમદાવાદમાં પ્રદૂષણનો કહેર, AQIના આંકડા ચોંકાવનારા
શ્વાનને લઈ જવાનો કેટલો લાગશે ચાર્જ?
રેલવેના વર્તમાન નિયમો મુજબ, બ્રેક વેનના ડૉગ બૉક્સમાં શ્વાનને લઈ જવા પર 30 કિલોના અનુમાનિત વજનના આધારે લગેજ ચાર્જ લેવામાં આવે છે. જ્યારે ફર્સ્ટ એસી કે ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં શ્વાનને સાથે રાખવા પર 60 કિલોના અનુમાનિત વજન પ્રમાણે શુલ્ક લાગે છે. શ્વાનના ખાવા અને પીવાનો ઇન્તજામ તેના માલિકે જ કરવાનો રહે છે અને મુસાફરી દરમિયાન પાળતુ પ્રાણીની સંભાળ રાખવાની જવાબદારી પણ માલિકની જ હોય છે.
કેવી રીતે બુક કરી શકાશે ડૉગ બૉક્સ?
આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફર પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ હોવી જરૂરી છે. આરએસી (RAC) અને વેઇટિંગ ટિકિટ પર ડૉગ બૉક્સનું બુકિંગ થઈ શકશે નહીં. એક પીએનઆર પર માત્ર એક જ પાળતુ પ્રાણી લઈ જવાની મંજૂરી મળશે. મુસાફરોએ ટિકિટ બુક કરતા પહેલા ડૉગ બૉક્સની ઉપલબ્ધતા તપાસી લેવી પડે છે, કારણ કે આ સુવિધા દરેક રૂટની ટ્રેનમાં ઉપલબ્ધ હોય તે જરૂરી નથી.
કયા દસ્તાવેજો હશે જરૂરી?
શ્વાનને ટ્રેનમાં લઈ જવા માટે પાર્સલ કાર્યાલયમાં કેટલાક જરૂરી દસ્તાવેજો આપવા પડશે. જેમાં પશુચિકિત્સક દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર સામેલ છે, જે મુસાફરીના 24 થી 48 કલાક પહેલાનું હોવું જોઈએ. શ્વાનને આપવામાં આવેલી રસીઓ (ટિકા) સાથે જોડાયેલી માહિતી અને રેકોર્ડ પણ જરૂરી છે. મુસાફરી કરતા પહેલા સંબંધિત રેલવે સ્ટેશનના પાર્સલ કાર્યાલયમાંથી બુકિંગની પ્રક્રિયા, શુલ્ક અને જરૂરી દસ્તાવેજોની પુષ્ટિ કરી લેવી વધુ બેહતર રહેશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આતંકી ધમકીથી ખળભળાટ, સ્ટેડિયમ અને મેટ્રોને નિશાન બનાવવાની ચેતવણી












