Bhupendra Patel : આજે એટલે કે, 13 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 5 વર્ષ પૂરા થયા છે. આ 5 વર્ષમાં જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને ટેક્નોલોજી આધારિત સેવાઓના વિસ્તરણ માટે અનેક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પરિવર્તનકારી પહેલ હાથ ધરી હતી.
PMJAY-MA હેઠળ 5 લાખની સહાય વધારી 10 લાખ કરાઈ
PMJAY-MA હેઠળ આરોગ્ય સુરક્ષાનું કવચ વધુ મજબૂત, વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી આરોગ્ય સહાય રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરાઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે.
નમો યોજના હેઠળ 8 લાખથી વધુ મહિલાઓને આર્થિક સહાય અપાય
નમો યોજના હેઠળ અત્યારસુધીમાં 8 લાખથી વધુ મહિલાઓને કુલ રૂ.540 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. માતૃત્વ અને બાળ આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યમાં 99.97% સંસ્થાકીય ડિલિવરી દર નોંધાયો છે, જેના પગલે ગુજરાતે રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
5 વર્ષ જનસેવાના સંકલ્પના
5 વર્ષ ગુજરાતના સર્વાંગી વિકાસના https://t.co/AQ5epbmbcc— Praful Pansheriya (@prafulpbjp) September 13, 2026
મિશન ઇન્દ્રધનુષના અત્યારસુધીના તમામ તબક્કાઓ હેઠળ રાજ્યમાં 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના પગલે રાજ્યમાં ઉચ્ચસ્તરીય આરોગ્યસેવાઓની સુવિધામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
દેશમાં પ્રથમ: ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ
આદિવાસી વિસ્તારોના નાગરિકોને જન્મજાત અને આનુવંશિક રોગોથી બચાવવા માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પ્રોજેક્ટથી વનબંધુ વિસ્તારોમાં રોગોનું યોગ્ય સમયસર નિદાન અને વૈજ્ઞાનિક સંશોધનને મોટો વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 5 વર્ષના કાર્યકાળમાં લેવાયેલા આ જનહિતકારી નિર્ણયોએ ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે દેશનું રોલ મોડેલ બનાવ્યું છે.
‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજના શરૂ થયા બાદ અત્યારસુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ અંતર્ગત 13,353 નવા વર્ગખંડો બનાવાયા
ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ હેઠળ અત્યારસુધીમાં 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 5,000 નવી STEM લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષ 2024ની ભરતીમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9,400 શિક્ષણ સહાયકો અને 470 આચાર્યોની ભરતી કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપ્સને વેગ
વિદ્યાર્થીઓને પોતાના વતનની નજીક ઉચ્ચ શિક્ષણની તકો મળી રહે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં બિન આદિજાતિ વિસ્તારોમાં 24 અને આદિજાતિ વિસ્તારોમાં 17 મળી કુલ 41 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત 15 સરકારી કોલેજોમાં નવા પ્રવાહો શરૂ કરાયા છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 3,97,415 વિદ્યાર્થીઓને રૂ. 2,068.67 કરોડ, જ્યારે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 24,802 વિદ્યાર્થીનીઓને રૂ. 797.01 કરોડની સહાય આપવામાં આવી છે. પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે SHODH યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 113.52 કરોડની સહાય આપવામાં આવી છે. જ્યારે SSIP 2.0 હેઠળ 6,077 Proof of Conceptને રૂ. 2.50 લાખ સુધીની સહાય આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓના નવીન વિચારોમાંથી 962 સ્ટાર્ટઅપ્સ સ્થાપિત થયા છે.
આ પણ વાંચો : રાજ્યમાં ભાદરવાના પ્રારંભે મેઘરાજાની પધરામણી : 193 તાલુકામાં વરસાદ, ઉંકાઈમાં 12 ઈંચ વરસાદ નોંધાયો












