ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

AI વીડિયો વિવાદમાં Meta Indiaના હેડ સામે FIR, શું છે સમગ્ર મામલો?

AI generated video controversy : ફેસબુક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વીડિયો પોસ્ટ થોડા સમય માટે હટાવી લેવાયા બાદ મેટા ઈન્ડિયા (Meta India) ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. હવે મેટા ઈન્ડિયાના વડા અરૂણ શ્રીનિવાસ વિરુદ્ધ AI ની મદદથી બનાવવામાં આવેલા મોર્ફ્ડ વીડિયો મામલે FIR નોંધવામાં આવી છે. અહેવાલો મુજબ, હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયા અને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ પીએમ મોદીના વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પાછળથી કેટલાક યુઝર્સે AI ટૂલ્સનો ઉપયોગ કરીને તેમાં ફેરફાર કર્યા અને તેને અલગ જ સંદર્ભમાં વાયરલ કરી દીધો.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોની તપાસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મોર્ફ કરેલા વીડિયો મેટાના પ્લેટફોર્મ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓનું કહેવું છે કે આવા વીડિયો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને ખોટી માહિતી ફેલાવી શકે છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ વીડિયો ભારતીય દંડ સંહિતા (BNS) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ)નું ઉલ્લંઘન કરે છે.

વીડિયો બનાવનારની શોધ ચાલુ છે.

હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ આ AI-જનરેટેડ વીડિયો કોણે બનાવ્યા, તે સોશિયલ મીડિયા પર કેવી રીતે ફેલાયા અને પ્લેટફોર્મની સુરક્ષા પ્રણાલીઓ તેમને રોકવામાં સક્ષમ હતી કે કેમ તેની તપાસ કરી રહી છે. તેઓ આ વીડિયો બનાવનારા અથવા વધુ શેર કરનારાઓની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે.

મેટા પાસેથી મંગાયો જવાબ

આ મામલો ત્યારે સામે આવ્યો છે, જ્યારે થોડા દિવસો પહેલાં જ હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે મેટા (Meta) ના અધિકારીઓને સમન્સ પાઠવીને કંપની પાસેથી જવાબ માંગ્યો હતો. પોલીસે કંપનીને પૂછ્યું હતું કે AI સાથે જોડાયેલા ફેક કન્ટેન્ટ, સ્કેમ અને મોર્ફ્ડ વીડિયોની ઓળખ કરીને તેને હટાવવા માટે તેમની પાસે શું વ્યવસ્થા છે.

મેટા તરફથી તપાસ અધિકારીઓ સમક્ષ રજૂ થઈને કંપનીના કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ અને નિયમો અંગેની માહિતી આપવામાં આવી છે. કંપનીએ તપાસમાં પૂર્ણ સહયોગ આપવાની વાત કહી છે.

તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે. આગળની કાર્યવાહી ડિજિટલ પુરાવાઓ અને તપાસના પરિણામોના આધારે કરવામાં આવશે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને દોષિત સાબિત કરવામાં આવ્યા નથી.

શું હોય છે મોર્ફ્ડ વીડિયો?

મોર્ફ્ડ વીડિયો એવા વીડિયો હોય છે જેમાં કોઈ વ્યક્તિનો ચહેરો, અવાજ કે હાવભાવ ડિજિટલ ટેકનોલોજી, AI અથવા એડિટિંગ સોફ્ટવેરની મદદથી બદલી નાખવામાં આવે છે. તેનો હેતુ અવારનવાર એવો દર્શાવવાનો હોય છે કે કોઈ વ્યક્તિ કંઈક એવું બોલી કે કરી રહી છે, જે તેણે વાસ્તવમાં કર્યું જ નથી.

આ પણ વાંચો:12 ઓગસ્ટે ખગ્રાસ સૂર્યગ્રહણ, પરંતુ ભારતમાં નહીં દેખાય; વિજ્ઞાન જાથાએ ગેરમાન્યતાઓથી દૂર રહેવા કરી અપીલ

આ પણ વાંચો:હિઝબુલ્લાહ સામે ઈઝરાયલનો મોટો પ્રહાર, દક્ષિણ લેબનોનમાં ટનલ નેટવર્ક નષ્ટ

Back to top button