ટ્રેન્ડિંગવર્લ્ડ

હિઝબુલ્લાહ સામે ઈઝરાયલનો મોટો પ્રહાર, દક્ષિણ લેબનોનમાં ટનલ નેટવર્ક નષ્ટ

Lebanon : ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે (શુક્રવારે) જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનાનમાં બ્યુફોર્ટ રિજ નીચે આવેલી કેટલીક મહત્વપૂર્ણ અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) સુરંગોને નષ્ટ કરી દીધી છે. આ કાર્યવાહી સિક્યુરિટી ઝોન વાળા વિસ્તારમાં એક “લિમિટેડ એક્ટિવિટી” (મર્યાદિત પ્રવૃત્તિ) દરમિયાન કરવામાં આવી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે આવતા મહિને ઓગસ્ટમાં ઈટાલીના રોમમાં અમેરિકાની મધ્યસ્થતામાં ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે ફરીથી વાટાઘાટો શરૂ થવાની છે.

હિઝબુલ્લાહના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર વાળા ટનલ નેટવર્કનો ખેલ ખતમ

ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે આ ટનલ નેટવર્ક હિઝબુલ્લાહ માટે સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર તરીકે કામ કરતું હતું, જ્યાંથી તેના કમાન્ડરો યુદ્ધ સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હતા અને ઇઝરાયેલી સૈનિકો તથા નાગરિકો પર હુમલો કરવાના નિર્દેશ આપતા હતા.

ઈરાને કરી હતી ટનલ બનાવવાની પ્લાનિંગ અને ફંડિંગ

IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ) મુજબ, આ અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક મલ્ટિ-લેવલ (અનેક સ્તરવાળું) હતું. હિઝબુલ્લાહે તેને બે દાયકામાં બનાવ્યું હતું. IDF એ એવું પણ કહ્યું કે આ અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહની ‘બદર યુનિટ’ માટે સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર તરીકે કામ કરતું હતું. તેનું પ્લાનિંગ અને ફંડિંગ ઈરાનની સરકારે કર્યું હતું. IDF એ ઉમેર્યું કે આ અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક ઉત્તર ઇઝરાયેલ માટે મોટો ખતરો હતું, કારણ કે તે તેના મેતુલા અને ગેલિલી પેનહેન્ડલ વિસ્તારથી માત્ર 6 કિલોમીટર દૂર સ્થિત હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

યુદ્ધ દરમિયાન, આ ભૂગર્ભ ટનલ નેટવર્કમાંથી ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર ડઝનબંધ વિસ્ફોટક ઉપકરણો, UAV અને ટેન્ક વિરોધી મિસાઇલો છોડવામાં આવી હતી. IDF એ ભૂગર્ભ ટનલ નેટવર્કનો મોટો ભાગ નાશ કર્યો: IDF

બ્યુફોર્ટ રિજમાં IDFનું ટેનાત થવાનું કામ પૂરું

ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેબનાનના બ્યુફોર્ટ રિજમાં પોતાની તૈનાતી પૂરી કરી લીધી છે. આ ઉપરાંત, IDF એ જમીન નીચે બનેલી સુરંગોના નેટવર્ક પર પોતાનું ઓપરેશનલ કંટ્રોલ (કામગીરી પર નિયંત્રણ) જાળવી રાખ્યું છે અને તેને નષ્ટ કરવાની તૈયારીઓ પણ કરી લીધી છે.

સીઝફાયર (યુદ્ધવિરામ) કરારનું પાલન કરશે ઇઝરાયેલ

આ સાથે જ, ઇઝરાયેલી સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે લેબનાન સાથે થયેલા સીઝફાયર કરારનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને સાથે જ પોતાની આર્મી માટેના ખતરાઓને ખતમ કરવાના હેતુથી ઓપરેશન પણ ચાલુ રાખશે. જોકે, અણધાર્યા વળાંક વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી અંગે ઇઝરાયેલ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે હવે લેબનાનમાં સીરિયા કમાન સંભાળે.

આ પણ વાંચો:ખેડૂતોને મોટી ભેટ : વર્ષ 2030 સુધી મળશે PM Kishan યોજનાનો લાભ

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘતાંડવ યથાવત્: 17 જિલ્લામાં રેડ એલર્ટ, નેત્રંગમાં આભ ફાટ્યું,  નવસારીમાં કરંટથી 3નાં મોત, પૂર જેવી સ્થિતિ

Back to top button