ટ્રેન્ડિંગ

બીકાનેરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, દંપતીને બચાવવા જતાં 3નાં મોત, એકની હાલત ગંભીર

Bikaner Train Accident: રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં રવિવારે એક હૃદયદ્રાવક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રેલવે ટ્રેક પર ઝઘડો કરી રહેલા દંપતીને બચાવવાના પ્રયાસમાં અન્ય બે યુવકો પણ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ દુર્ઘટના બીકાનેરના જે.એન. વ્યાસ કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘડસીસર રેલવે ટ્રેક પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક દંપતી કોઈ બાબતને લઈને રેલવે ટ્રેક પર જ ઝઘડી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર બે વ્યક્તિઓએ દંપતીને બચાવવા માટે ટ્રેક પર જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અચાનક ટ્રેન આવી જતાં ચારેય લોકો તેની અડફેટે આવી ગયા હતા.

એક મૃતકની ઓળખ થઈ, અન્ય બેની ઓળખ બાકી

આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. દુર્ઘટના બાદ ટ્રેનને ઘટનાસ્થળે જ રોકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સરકારી રેલવે પોલીસ (GRP) અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના અધિકારી દેવેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી એકની ઓળખ બિહારના દરભંગાના રહેવાસી સંજીત મોચી તરીકે થઈ છે. જ્યારે અન્ય બે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ ઘાયલ વ્યક્તિની ઓળખ મેળવવાનો પણ પ્રયાસ કરી રહી છે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અકસ્માત પાછળનાં તમામ પાસાંની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:દિવાળી પર કેટરીના-વિકીએ દુનિયા સામે બતાવ્યો દીકરા વિહાનનો પહેલો ચહેરો, વાયરલ ફેમિલી ફોટો

નાગૌરમાં ફટાકડામાં આગ બાદ ભયાનક વિસ્ફોટ, 2નાં મોત

થોડા દિવસ પહેલાં રાજસ્થાનના નાગૌર જિલ્લાના બડલી વિસ્તારમાં ફટાકડામાં આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો અને કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાની ફેક્ટરી પાસે વીજળીનો થાંભલો હતો. પ્રાથમિક આશંકા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. ઘટનાની તપાસ માટે FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. અધિકારીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

આ પણ વાંચો: દેશના જવાનો સાથે PM મોદીની દિવાળી, સ્નેહ અને દેશભક્તિનો જોવા મળ્યો સંગમ
Back to top button