Silchar : પાણીની ટાંકીમાં ઉતરવું પડ્યું ભારે, ગૂંગળામણથી 4 લોકોના મોત
Silchar News: શુક્રવારે આસામના કછાર જિલ્લાના સિલચર શહેરમાં એક દુ:ખદ અકસ્માત થયો. અરુણાચલ કુમારપારા વિસ્તારમાં નવા બનેલા મકાનમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે ચાર લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.
એક પછી એક ચાર લોકો ટાંકીમાં ઉતર્યા
પ્રાથમિક માહિતી મુજબ, ઘરની પાણીની ટાંકી સાફ કરવામાં આવી રહી હતી. એક વ્યક્તિ પહેલા ટાંકીમાં પ્રવેશ્યો, પરંતુ થોડી વાર પછી તે બેહોશ થઈ ગયો. બીજો એક વ્યક્તિ તેને બચાવવા માટે નીચે ગયો, પરંતુ તે પણ બહાર આવી શક્યો નહીં.
ત્યારબાદ ત્રીજો અને ચોથો વ્યક્તિ તેમને બચાવવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, પરંતુ બધા અંદર ફસાઈ ગયા. એવી શંકા છે કે ટાંકીની અંદર ઝેરી ગેસ અથવા ઓક્સિજનનો અભાવ હતો, જેના કારણે ચારેય લોકો બેભાન થઈ ગયા અને મૃત્યુ પામ્યા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
RSS સ્વયંસેવકે બહાર કાઢ્યા મૃતદેહ
અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન એક RSS સ્વયંસેવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને ટાંકીની અંદર પ્રવેશ કર્યો અને ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા. સ્થાનિક લોકોએ તેના સાહસની પ્રશંસા કરી હતી.
પોલીસ અને SDRF એ શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને SDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
લાપરવાઈની પણ થશે તપાસ
પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે ટાંકીની સફાઈ દરમિયાન સુરક્ષાના જરૂરી ઈંતજામ (પગલાં) લેવામાં આવ્યા હતા કે નહીં. જો સુરક્ષાના નિયમોની અવહેલના સામે આવશે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે બંધ જગ્યાઓ, પાણીની ટાંકીઓ અથવા સેપ્ટિક ટેન્કની સફાઈ કરતી વખતે સુરક્ષા ઉપકરણો અને પૂરતી સાવચેતી વગર અંદર ન ઉતરવું, કારણ કે આવી જગ્યાઓ પર ઝેરી ગેસ અને ઓક્સિજનની કમી જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:યુરોપમાં પ્રવેશ માટે જીવની બાજી! સ્પેનની સરહદે સર્જાઈ ભયાનક દુર્ઘટના
આ પણ વાંચો:હિઝબુલ્લાહ સામે ઈઝરાયલનો મોટો પ્રહાર, દક્ષિણ લેબનોનમાં ટનલ નેટવર્ક નષ્ટ












