ટ્રેન્ડિંગયુટિલીટી

વિજળી, પાણીથી લઈને ગેસ અને FASTag સુધી, WhatsApp થી જ થશે તમામ પેમેન્ટ

WhatsApp bill payments feature launched India: જો તમે પણ વીજળી, પાણી અને ગેસનું બિલ ભરવા માટે અલગ-અલગ એપનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમારે આ બિલનું પેમેન્ટ કરવા માટે વારંવાર અલગ-અલગ એપ ખોલવાની જરૂર નહીં પડે. WhatsApp એ ભારતમાં નવું ‘Bill Payments’ ફીચર શરૂ કર્યું છે. આની મદદથી યુઝર્સ વોટ્સએપ દ્વારા જ ઘણા પ્રકારના જરૂરી બિલનું પેમેન્ટ સરળતાથી કરી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વોટ્સએપનો ઉપયોગ અત્યાર સુધી મોટાભાગના લોકો ચેટિંગ, ફોટો-વિડીયો શેર કરવા અને કોલિંગ માટે કરતા હતા. પરંતુ હવે કંપની એપમાં પેમેન્ટ સંબંધિત ફીચર્સ પણ વધારી રહી છે. નવા બિલ પેમેન્ટ્સ ફીચરની મદદથી યુઝર્સ પોતાના રોજના જરૂરી બિલ એક જ એપમાંથી મેનેજ કરી શકશે.

WhatsApp પર કયા-કયા બિલ ભરી શકાશે?

વોટ્સએપના આ નવા ફીચરની મદદથી યુઝર્સ અનેક પ્રકારના બિલનું પેમેન્ટ કરી શકે છે. જેમાં વીજળી, પાણી, પાઈપ્ડ ગેસ, FASTag, ઈન્સ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ બિલ અને લોન રીપેમેન્ટ જેવા પેમેન્ટ સામેલ છે.

આ ફીચર ભારત કનેક્ટ (BBPS) નેટવર્ક સાથે જોડાયેલું છે. જેના કારણે યુઝર્સને અલગ-અલગ બિલર્સના ઓપ્શન મળી શકે છે. જોકે, કોઈ ચોક્કસ કંપની કે વિભાગનું બિલ ત્યારે જ ભરી શકાશે, જ્યારે તે આ નેટવર્ક પર ઉપલબ્ધ હશે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: 29 લાખ મળશે એક્સ્ટ્રા… જો 8માં પગાર પંચમાં લેવાયો આ નિર્ણય

કેવી રીતે કરવાનું રહેશે બિલ પેમેન્ટ?

આ ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આ માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં વોટ્સએપ ખોલવું પડશે:

  1. વોટ્સએપની હોમ સ્ક્રીન પર આપેલા ₹ આઈકન પર ટેપ કરવાનું રહેશે.

  2. હવે અહીં તમને Bill Payments નો ઓપ્શન જોવા મળશે, તેના પર ટેપ કરીને જે બિલ ભરવું હોય તેની કેટેગરી પસંદ કરો.

  3. ધારો કે તમારે વીજળીનું બિલ ભરવું છે, તો તમારે ‘Electricity’ નો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો વીજ વિભાગ અથવા સર્વિસ પ્રોવાઈડર પસંદ કરવો પડશે.

  4. હવે તમારો કસ્ટમર નંબર અથવા એકાઉન્ટ નંબર નાખવો પડશે.

  5. ડિટેલ્સ નાખ્યા પછી જો તમારું બિલ સિસ્ટમમાં ઉપલબ્ધ હશે, તો સ્ક્રીન પર બિલની રકમ દેખાશે. માહિતી ચકાસ્યા બાદ પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

એક જ એપથી મેનેજ થશે અનેક બિલ

આ ફીચરનો ફાયદો એ લોકોને વધુ થશે, જેઓ દર મહિને અનેક પ્રકારના બિલ ભરે છે. હવે વીજળી, પાણી કે ગેસના બિલ માટે અલગ-અલગ એપ ખોલવાની જરૂર ઘટી જશે. આ સિવાય વોટ્સએપ પર જે બિલર્સનો પહેલા ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમને ફરીથી સરળતાથી એક્સેસ કરી શકાશે. આનાથી આગામી વખતે બિલ ભરવું વધુ સરળ બની જશે.

તમામ યુઝર્સને હજુ નથી મળ્યું ફીચર

વોટ્સએપનું આ નવું ફીચર ભારતમાં ધીમે-ધીમે યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. તેથી જો તમારા વોટ્સએપમાં હજુ સુધી બિલ પેમેન્ટ્સનો ઓપ્શન દેખાતો નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આવનારા સમયમાં આ ફીચર વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝ પહેલા સાઉથ આફ્રિકાની ટીમમાં મોટો ફેરફાર

Back to top button