ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Truecaller Vs TRAI: સ્પામ કોલના મુદ્દે શરૂ થયો નવો વિવાદ

Truecaller Vs TRAI: Truecaller એ દેશની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના એન્ટી-સ્પામ ફ્રેમવર્ક (નિયમો) ને લઈને સાર્વજનિક રૂપે પડકાર ફેંક્યો છે. કંપનીનું કહેવું છે કે આ નવા નિયમોના કારણે કોલર ID પ્લેટફોર્મ માટે યુઝર્સને વણજોઈતા (અનચાહી) સ્પામ કોલ્સથી બચાવવાનું કામ વધુ મુશ્કેલ બની રહ્યું છે.

આ સમગ્ર વિવાદ TRAI ના એ નિયમોને લઈને શરૂ થયો છે, જેમાં તેમણે તમામ કોલર આઈડી એપ્સને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કોમર્શિયલ (વ્યાપારી) ઉપયોગ માટે જાહેર કરાયેલી ફોન નંબર સિરીઝ ‘1400’ અને ‘1600’ પરથી આવતા કોલ્સને ‘સ્પામ’ (Spam) તરીકે દર્શાવવામાં ન આવે.

Truecaller ના CEO એ વ્યક્ત કરી ચિંતા

આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે Truecaller ના CEO ઋષિત ઝુનઝુનવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર રેગ્યુલેટર (TRAI) ના આ નિર્ણય અંગે ટિપ્પણી કરી. તેમણે લખ્યું, “શું તમને ખબર છે કે દેશમાં સ્પામ કોલ્સ કેમ વધી ગયા છે? વાસ્તવમાં, પરિસ્થિતિ હજુ પણ વધુ ખરાબ થવાની છે.”

ઋષિત ઝુનઝુનવાલાએ ઉમેર્યું કે, આ નવી પોલિસીના કારણે બિઝનેસ કોલ્સ પરથી ગ્રાહકોનો ભરોસો સંપૂર્ણપણે ઓછો થઈ ગયો છે અને આ ખાસ નંબર સિરીઝનો દુરુપયોગ ખૂબ વધી ગયો છે.

TRAI કરી શકે છે કડક કાર્યવાહી

‘ઇકોનોમિક ટાઇમ્સ’ ના અહેવાલ અનુસાર, TRAI ના નિયમોનું ઉલ્લંઘન કરનારી એપ્સ સામે હવે કડક પગલાં લેવાઈ શકે છે. રેગ્યુલેટરી ઓથોરિટી એવા કોલર ID એપ્સ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહી છે જેઓ હજુ પણ આ સરકારી કમર્શિયલ કોલ્સને ‘સ્પામ’ તરીકે માર્ક (બ્લોક) કરી રહ્યા છે.

2024માં શરૂ થઈ હતી 1400-1600 સિરીઝ

TRAI એ વર્ષ 2024માં 1400 અને 1600 નંબર સિરીઝની શરૂઆત કરી હતી, જેથી યુઝર્સ વ્યાપારી (કમર્શિયલ) કોલ્સને સરળતાથી ઓળખી શકે. આ નિયમ મુજબ, 1400 સિરીઝ ટેલીમાર્કેટિંગ કોલ્સ માટે અને ૧૬०० સિરીઝ સર્વિસ તેમજ ટ્રાન્ઝેક્શનલ (બેંકિંગ વગેરે) કોલ્સ માટે નક્કી કરવામાં આવી છે. રેગ્યુલેટરનું કહેવું હતું કે આ પગલાનો મુખ્ય હેતુ સમગ્ર ભારતમાં ટેલિકોમ નેટવર્ક પર થતા સ્પામ અને ઓનલાઈન ફ્રોડ (ધેાખાધડી) ને અટકાવવાનો હતો.

સિસ્ટમની ઉલટી અસર: 80% થી વધુ કોલ્સ રિજેક્ટ

જોકે, ટ્રુકોલરના CEO ઋષિત ઝુનઝુનવાલાનો દાવો છે કે આ સરકારી સિસ્ટમની તદ્દન ઉલટી અસર થઈ છે. તેમણે જણાવ્યું કે ટ્રુકોલરના ઇન્ટરનલ ડેટા અનુસાર, છેલ્લા 8 મહિનામાં યુઝર્સ દ્વારા 1400 સિરીઝમાંથી આવતા ૮૧ ટકા કોલ્સ અને 1600 સિરીઝમાંથી આવતા 79 ટકા કોલ્સને રિજેક્ટ (કાપી નાખવામાં) કરવામાં આવ્યા છે.

તેમણે એ પણ હાઈલાઈટ કર્યું કે આ જ સમયગાળા દરમિયાન યુઝર્સે આ નંબરો પરથી આવેલા આશરે 74 મિલિયન (7.4 કરોડ) કોલ્સને બ્લોક કર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટ્રુકોલરે શોધ્યો નવો રસ્તો: ‘Frequently Blocked’ બેજ

સરકારી નિયમોના કારણે ટ્રુકોલર પ્લેટફોર્મ પાસે હવે આ નંબરોને સીધા ‘સ્પામ’ તરીકે માર્ક કરવાની સત્તા કે ક્ષમતા નથી. તેથી, કંપનીએ તેનો એક નવો રસ્તો શોધ્યો છે. ટ્રુકોલરે હવે આવા નંબરો પર ‘Frequently Blocked’ (અવારનવાર બ્લોક કરાયેલ) નો નવો બેજ (Badge) જોડવાનું શરૂ કર્યું છે. આનાથી યુઝર્સને તરત જ ખબર પડી જાય છે કે આ ચોક્કસ નંબરને ટ્રુકોલર કમ્યુનિટીના અન્ય ઘણા લોકો દ્વારા એકથી વધુ વખત બ્લોક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :કરચલીઓથી પરેશાન છો? ઘરે બનાવો નેચરલ એન્ટી-એજિંગ ટોનર

આ પણ વાંચો :₹1.68 લાખની સાડીમાં રશ્મિકા મંદાનાનો રોયલ લુક

Back to top button