ટ્રેન્ડિંગહેલ્થ

કરચલીઓથી પરેશાન છો? ઘરે બનાવો નેચરલ એન્ટી-એજિંગ ટોનર

Skin care Tips : વધતી ઉંમર એક કુદરતી પ્રક્રિયા છે, જેને રોકી શકાતી નથી. ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ત્વચામાં ઢીલાશ આવવી સામાન્ય છે. આ સમસ્યાઓ ઘટાડવા માટે ઘણા લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કે પાર્લર ટ્રીટમેન્ટનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી રસોઈમાં રહેલી ગ્રીન ટી પણ તમારી ત્વચાને ચમકદાર અને યુવાન બનાવી શકે છે?

આજે આપણે ગ્રીન ટીમાંથી નેચરલ એન્ટી-એજિંગ ટોનર બનાવવાની સરળ રીત જાણીશું, જે ત્વચાને હાઇડ્રેટ રાખવા અને કરચલીઓની સમસ્યા ઘટાડવામાં મદદ કરશે.

જરૂરી સામગ્રી:

2 કપ પાણી
2 નાની ચમચી ગ્રીન ટીના પાન
1 મોટી ચમચી ગુલાબજળ

કેવી રીતે બનાવશો એન્ટી-એજિંગ ટોનર?

સૌ પ્રથમ એક પેનમાં 2 કપ પાણી ગરમ કરવા મૂકો.
જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ગ્રીન ટીના પાન ઉમેરો.
પેનને ઢાંકી દો અને પાણી અડધું રહી જાય ત્યાં સુધી ઉકાળો.
ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો અને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્સ કરો.
તૈયાર ટોનરને એક સાફ સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કેવી રીતે ઉપયોગ કરવો?

સૌ પ્રથમ ચહેરાને ફેસવોશથી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ ટોનરને સીધું ચહેરા પર સ્પ્રે કરો અથવા કોટન પેડની મદદથી લગાવો. શ્રેષ્ઠ પરિણામ માટે દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરો.

આ ટોનર કેમ છે ખાસ?

આ ટોનર ત્વચાને લાંબા સમય સુધી ફ્રેશ અને હેલ્ધી રાખે છે. તેના નિયમિત ઉપયોગથી ફાઈન લાઈન્સ, કરચલીઓ, પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સની સમસ્યામાં ઘટાડો થાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો:

ટોનરને હંમેશા સાફ અને સૂકી સ્પ્રે બોટલમાં જ ભરો.
તેને ફ્રીજમાં સ્ટોર કરો અને 5 થી 7 દિવસમાં વાપરી લો.
જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ (Sensitive) હોય, તો પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો.
જો લગાવ્યા પછી બળતરા કે ખંજવાળ આવે, તો તરત જ ઉપયોગ બંધ કરી દો.

Disclaimer : આ માહિતી માત્ર જાણકારી માટે છે. તમારી સ્કિન કેરમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :ચીનની જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના કરુણ મોત

આ પણ વાંચો :હવે માર્કેટમાં શું થશે? અમેરિકાએ 48 કલાકમાં ઈરાન પર કર્યા 170 હુમલા

Back to top button