Study : સ્માર્ટફોનના કારણે વિશ્વભરમાં જન્મદરમાં થઈ રહ્યો છે ઘટાડો! રિસર્ચમાં થયો નવો અને ચોંકાવનાર ખુલાસો

Study : વિશ્વના કેટલાક દેશોમાં એક મોટી સમસ્યા ઝડપથી લધી રહી છે. લોકો પહેલાના પ્રમાણમાં હાલ ઓછા બાળકોને જન્મ આપી રહ્યા છે. કેટલાક દેશોમાં સ્થિતિ એવી છે કે, ત્યાંની આબાદી ધીરે ધીરે ઘટી રહી છે. પહેલા માનવામાં આવતું હતું કે, તેનું મોટું કારણ મોંઘવારી, નોકરીમાં દબાણ, નાના ઘર અને બદલતી લાઈફસ્ટાઈલ છે, પરંતુ હવે રિસર્ચમાં એક નવો અને ચોંકાવનાર પાસુ સામે આવ્યું છે. સાઈન્ટિસ્ટ્સ અને રિસર્ચર એ સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પણ જન્મદર ઘટવાનું કારણ બની ગયું છે.
ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, વિશ્વના એક તૃતિયાંશથી વધુ દેશોમાં બર્થ રેટ એ સ્તરની નીચે જતો રહ્યો છે, જેને આબાદીને સ્થિર રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે કેટલાક દેશોમાં લોકો એટલા બાળકોને જન્મ નથી આપી રહ્યા જેટલા જૂની પેઢીની આબાદીનું સ્થાન લઈ શકે. સાઉથ કોરિયા, જાપાન, ચીન, યૂરોપ અને અમેરિકા જેવા દેશોમાં આ મુશ્કેલી પહેલાથી જ હતી, પરંતુ હવે લેટિન અમેરિકા, મિડલ ઈસ્ટ અને એશિયાના કેટલાક દેશોમાં પણ આ જ ટ્રેંડ ઝડપથી જોવા મળી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ લોકોની જીવનશૈલી બદલી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત 10-15 વર્ષમાં બર્થ રેટમાં અચાનક આવેલા ઘટાડો માત્ર આર્થિક કારણોથી જ સમજાવી શકાય નહીં. રિસર્ચર્સનું માનવું છે કે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ લોકોની જીવનશૈલી બદલી દીધી છે. હવે લોકો પહેલાની જેમ બહાર હળવા-મળવાનું ઓછું કરી રહ્યા છે. રિલેશનશીપ બનાવવામાં મુશ્કેલી થઈ રહી છે અને એકલતા વધી રહી છે. આ જ વસ્તુઓ આગળ જતા લગ્ન અને બાળકો પર પ્રભાવ પાડે છે.
જ્યાં ઈન્ટરનેટ ફાસ્ટ ત્યાં બર્થ રેટ સ્લો !
એક સ્ટડીમાં અમેરિકા અને બ્રિટેનમાં 4G ઈન્ટરનેટ નેટવર્ક બાદ ડેટા તપાસવામાં આવ્યા. જેમાં જાણવા મળ્યું કે, જે વિસ્તારમાં ઝડપી મોબાઈલ ઈન્ટરનેટ પહેલા પહોંચ્યું ત્યાં બર્થ રેટમાં ઝડપથી ઘટાડો થયો. રિસર્ચર્સનું કહેવું છે કે, સ્માર્ટફોન આવ્યા બાદ યંગસ્ટર્સનો વધુ સમય ઓનલાઈન વધુ પસાર થવા લાગ્યો અને સામ સામે મળવાનો સમય ઓછો થતો ગયો.
એક્સપર્ટનું કહેવું છે કે, હવે ડેટિંગ, મિત્રતા અને સંબંધોનો મોટા ભાગનો સમય સ્ક્રિન સુધી સીમિત થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો સતત બીજાની પરફેક્ટ લાઈફ જોઈ રહ્યા છે, જેનાથી સંબંધોને લઈને આશાઓ બદલાઈ રહી છે. કેટલાક લોકો લાંબા સંબંધ બનાવવાથી બચી રહ્યા છે. એકલા રહેતા યુવાઓની સંખ્યા વધી રહી છે.
ફાઇનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, પહેલા જન્મ દર એટલા માટે ઘટતો હતો કારણ કે, પરિણીત યુગલો ઓછા બાળકોને જન્મ આપતા હતા. પરંતુ હવે સૌથી મોટું કારણ એ છે કે, સંબંધ જ ઓછા બનાવી રહ્યા છે. એટલે કે, મોટી સંખ્યામાં લોકો લાંબા સંબંધ સુધી પહોંચી જ શકતા નથી.
મોંઘા ઘર, નોકરીમાં તણાવ, અભ્યાસનો ખર્ચ અને ભવિષ્યનો ભય પણ મોટું કારણ
જો કે, એક્સપર્ટ માત્ર સ્માર્ટફોનને જ સંપૂર્ણ જવાબદાર નથી માનતા. મોંઘા ઘર, નોકરીમાં તણાવ, બાળકોના અભ્યાસનો ખર્ચ અને ભવિષ્યને લઈને ભય પણ મોટું કારણ છે. કેચલાક દેશોમાં યુવાઓને સ્થાયી નોકરી અને ઘર ખરીદવા મુશ્કેલ લાગી રહ્યા છે. એવામાં તેઓ લગ્ન અને બાળકોના નિર્ણયો ટાળી રહ્યા છે. સોશિયલ મીડિયાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સતત સ્ક્રિન પર રહેવાથી એકલતા, તણાવ, ચિંતા વધી રહી છે. એવામાં લોકોની સોશિયલ લાઈફ પણ પ્રભાવિત થઈ રહી છે.
કેટલાક દેશોમાં સરકાર આ ઘટતા જન્મદરને રોકવા માટે પૈસા પણ આપી રહી છે. જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશોમાં બાળકો માટે આર્થિક મદદ, ટેક્સ છૂટ અને અન્ય બીજી યોજનાઓને વેગ આપી રહી છે. પરંતુ તેમ છતાં જન્મદરમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. એક્સપર્ટનું કહેવું છે કે, માત્ર પૈસા આપવાથી સમસ્યાનો ઉકેલ થતો નથી, કારણ કે, સાચો બદલાવ લોકોની લાઈફસ્ટાઈલ અને સામાજિક વર્તનમાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash: ‘પાઇલટે છેલ્લા શ્વાસ…’ , અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પ્રત્યક્ષદર્શીએ કર્યો સૌથી મોટો ખુલાસો












