રામલલાના નામે લોન્ચ થઈ લક્ઝરી ઘડિયાળ, કિંમત જાણીને રહી જશો દંગ!
Ramlala” limited edition watch: સ્વિટ્ઝર્લેન્ડની જાણીતી પ્રીમિયમ વૉચ કંપની ‘ફ્રેન્ક મુલર’એ એક ખાસ અને અનોખી ઘડિયાળ લોન્ચ કરી છે. કંપનીએ પોતાની વેનગાર્ડ સિરીઝ હેઠળ તેને ‘રામલલા લિમિટેડ એડિશન’ નામ આપ્યું છે.
આ લક્ઝરી ઘડિયાળની કિંમત રૂ. 31.25 લાખ રાખવામાં આવી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ઘડિયાળ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામના બાળસ્વરૂપ રામલલાને સમર્પિત છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લેસર ટેક્નોલોજીથી 30 કલાકમાં તૈયાર થયું 3D ડાયલ
આ મોંઘી ઘડિયાળનું મુખ્ય આકર્ષણ તેનું અદભુત 3D ડાયલ છે. ડાયલની બરાબર મધ્યમાં રામલલાની અત્યંત બારીક અને સુંદર આકૃતિ કંડારવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ખાસ ડિઝાઇન તૈયાર કરવા માટે અદ્યતન લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાયલની બારીક કારીગરી અને તેને સંપૂર્ણ તૈયાર કરવામાં કારીગરોને પૂરા 30 કલાકનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો: કુલગામ આતંકી હુમલા પર રાજકીય બયાનબાજી તેજ, જાણો નેતાઓએ શું કહ્યું
18 કેરેટ રોઝ ગોલ્ડમાંથી તૈયાર કરાયું કેસ
ઘડિયાળના ડાયલની સાથે તેની બાહ્ય બનાવટ પણ શાહી અંદાજ ધરાવે છે. તેનું કેસ 18 કેરેટ રોઝ ગોલ્ડના નક્કર બ્લોકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ કેસની પહોળાઈ 41 મિલીમીટર અને લંબાઈ 49.95 મિલીમીટર છે. સોનાની ચમક અને આકર્ષક ડિઝાઇન તેને કાંડા પર પ્રીમિયમ લુક આપે છે.
દુનિયાભરમાં માત્ર 108 ઘડિયાળો જ બનાવવામાં આવી
આ ઘડિયાળ લિમિટેડ એડિશન હોવાથી કંપનીએ તેનું મોટા પાયે ઉત્પાદન કર્યું નથી. ફ્રેન્ક મુલરે ‘રામલલા’ મોડલની સમગ્ર દુનિયા માટે માત્ર 108 ઘડિયાળો જ તૈયાર કરી છે. એટલે કે દુનિયાભરમાં માત્ર 108 લોકો પાસે જ આ ખાસ અને કિંમતી ઘડિયાળ ખરીદવાની તક હશે.












