ટ્રેન્ડિંગમનોરંજન

કરીના કપૂરે દિવાળી પર પહેરેલા પેન્ડન્ટ પર વિવાદ, કોંગ્રેસ નેતાએ મોકલ્યો લીગલ નોટિસ

Kareena Kapoor Legal Notice Quran Ayah Pendant Controversy: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે મામલો તેની કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ દિવાળીના અવસરે પહેરેલા એક શાહી હારને લઈને છે. કરીનાએ દિવાળી પર 30 કેરેટના પન્નાવાળું જે પેન્ડન્ટ પહેર્યું હતું, તેના પર કુરાનની પવિત્ર આયત લખેલી છે. આ ઘરેણાને લઈને વિવાદ ઊભો થયો છે અને કોંગ્રેસ નેતા અબ્બાસ હાફિઝે કરીના અને સ્ટાઈલિશ રિયા કપૂરને કાનૂની નોટિસ (લીગલ નોટિસ) મોકલી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કરીના કપૂરે દિવાળીના અવસરે પોતાના લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે ડિઝાઇનર પુનીત બલાનાનો કાફ્તાન અને મેચિંગ પાઘડી પહેરી હતી. આ રોયલ અંદાજમાં સૌથી વધુ ધ્યાન ૩૦ કેરેટના પન્નાવાળા તે ખાસ પેન્ડન્ટે ખેંચ્યું હતું, જેના પર કુરાનની આયત ‘આયત-અલ-કુર્સી’ કોતરેલી છે.

200 વર્ષ જૂનું શાહી પેન્ડન્ટ

કરીનાની મિત્ર અને સેલિબ્રિટી સ્ટાઈલિશ રિયા કપૂરે જણાવ્યું હતું કે કરીનાએ આશરે 200 વર્ષ જૂની શાહી જ્વેલરી પહેરી હતી. આ ઘરેણાં ભોપાલના શાહી પરિવાર અને સૈફ અલી ખાનના પરિવારની વારસા સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ “જ્ઞાનેશ કુમારના નારા લગાવનારા હવે કેમ રડી રહ્યા છે?” – મતદાર યાદી વિવાદ પર સંજય સિંહનો ભાજપને કટાક્ષ

કોંગ્રેસ નેતા દ્વારા નોટિસ

કોંગ્રેસ નેતા અને નેશનલ મીડિયા કોર્ડિનેટર અબ્બાસ હાફિઝે 11 નવેમ્બરે કરીના અને રિયા કપૂરને લીગલ નોટિસ મોકલી છે. જેમાં સોશિયલ મીડિયા પરથી આ તસવીરો અને વીડિયો હટાવવાની તેમજ સાર્વજનિક રૂપે માફી માંગવાની માંગ કરવામાં આવી છે.

ધાર્મિક ગરિમાનો મુદ્દો

અબ્બાસ હાફિઝે સ્પષ્ટ કર્યું છે કે તેમને કરીનાના કપડાં કે પસંદગી સામે કોઈ વાંધો નથી, પરંતુ કુરાનની પવિત્ર આયતવાળા પેન્ડન્ટને જે પ્રકારે સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, તેનાથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હાલમાં આ સમગ્ર મામલે કરીના કપૂર કે રિયા કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચોઃ શેખ હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા

Back to top button