ટ્રેન્ડિંગવર્લ્ડ

લગ્ન વગર માતા બની, સાઉદી અરેબિયામાં મહિલાને 100 કોરડાની સજા આપી

kenyan woman100 Lashes  :  સાઉદી અરેબિયામાં લગ્ન વગર બાળકને જન્મ આપવાના કેસમાં કેન્યાની એક મહિલાને 100 કોરડાની સજા ફટકારવામાં આવી છે. 40 વર્ષીય એસ્થર વાન્જા મુથોની પોતાના એક વર્ષના પુત્ર સાથે કેન્યા પરત ફરવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી અને અનેક અડચણોને કારણે તેની વતન વાપસી અટવાઈ ગઈ છે. આ દરમિયાન તેના પ્રેમીએ પણ સાથ છોડી દીધો હોવાનું સામે આવ્યું છે.

મુથોની સાઉદી અરેબિયામાં એક પરિવારના ઘરે હાઉસકીપર અને બાળકોની સંભાળ રાખવાનું કામ કરતી હતી. આ દરમિયાન ઇજિપ્તના એક વ્યક્તિ સાથેના સંબંધમાં તે ગર્ભવતી બની હતી. જોકે, બાળકના જન્મ પહેલાં જ તેનો સાથી દેશ છોડીને જતો રહ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની ગર્ભાવસ્થાની જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

એક વર્ષથી પુત્ર સાથે વતન પરત જવાની રાહ

‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, મુથોની પોતાના એક વર્ષના પુત્ર અબુડી સાથે કેન્યા પરત જવા માટે એક વર્ષથી વધુ સમયથી પ્રયાસ કરી રહી છે. પરંતુ કેસ ચાલુ હોવાના કારણે તેને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવી નથી. બાળકના જન્મ બાદ તેને સ્ટાફ આવાસમાં રહેવા દેવામાં આવ્યું નહોતું. પરિણામે તેણે પેટ્રોલ પંપ પર આશરો લેવો પડ્યો હતો.

આ સ્થળે આવી જ પરિસ્થિતિમાં ફસાયેલી અન્ય મહિલાઓ પણ પોતાના બાળકો સાથે વતન પરત જવાની આશા રાખીને રહેતી હતી. મીડિયા દ્વારા મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુથોનીને રહેવા માટે જગ્યા મળી હતી, પરંતુ કાયદાકીય કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની વાપસી શક્ય બની નથી.

100 કોરડાની સજાથી મહિલામાં ભય

મુથોનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને 100 કોરડાની સજા સહન કરવાનો ભારે ડર છે. તેણે કહ્યું હતું કે, ‘હું ખૂબ ડરી ગઈ છું. મને નથી લાગતું કે હું કોરડાની માર સહન કરી શકીશ.’સાઉદી અરેબિયામાં લગ્ન પહેલાં શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાય છે. માનવાધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર, આ કાયદાની સૌથી વધુ અસર મહિલાઓ પર પડે છે, કારણ કે ગર્ભાવસ્થા બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા વધી જાય છે.

માનવાધિકાર સંગઠનોએ સજાની ટીકા કરી

સાઉદી અરેબિયામાં કામ કરવા ગયેલી કેન્યાની મહિલાઓ સાથે દુર્વ્યવહાર, મારપીટ અને શોષણના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. માનવાધિકાર સંગઠનોએ મુથોનીને આપવામાં આવેલી સજાની ટીકા કરી છે.બ્રિટન સ્થિત માનવાધિકાર સંગઠન ALQSTની કાર્યકારી ડિરેક્ટર મરિયમ અલદોસારીએ આ સજાને હિંસાનું સ્વરૂપ ગણાવી છે. તેમણે મુથોનીને પોતાના દેશમાં પરત જવાની મંજૂરી આપવાની માંગ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા વિશ્વ સમક્ષ મહિલાઓના સશક્તિકરણ અને આધુનિક દેશની છબી રજૂ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બીજી તરફ એક માતાને 100 કોરડાની સજા ફટકારવામાં આવે છે.મુથોનીને કેસ દરમિયાન અનુવાદકની સુવિધા આપવામાં આવી હતી, પરંતુ પોતાનો પક્ષ રજૂ કરવા માટે વકીલ મળ્યો ન હોવાનું પણ તેણે જણાવ્યું છે. હાલ તે પોતાના પુત્ર સાથે કેન્યા પરત ફરવાની આશા રાખી રહી છે.

આ પણ વાંચો : તહેવારોની સિઝનમાં મોંઘવારીનો મોટો ડામ: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4 સુધીનો ભાવવધારો

Back to top button