ટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા નોંધાઈ

Kathmandu Earthquake:      નેપાળમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવારે લગભગ 4:30 વાગ્યે ધરતી ધ્રૂજી ઊઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 73 કિલોમીટર ઊંડાઈમાં હતું.

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 73 કિલોમીટર ઊંડે

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર ભૂકંપની વિગતો જાહેર કરી હતી. માહિતી અનુસાર, નેપાળમાં વહેલી સવારે 4:30 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 4.9 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 73 કિલોમીટરની ઊંડાઈએ હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.

સપ્ટેમ્બરમાં પણ બે વખત ધ્રૂજી હતી ધરતી

નેપાળ ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. અહીં અગાઉ પણ વારંવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર-પશ્ચિમ નેપાળમાં સતત બે વખત ભૂકંપ આવ્યો હતો. પ્રથમ ભૂકંપની તીવ્રતા 4.5 અને બીજા ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. આ બંને ભૂકંપનું કેન્દ્ર મુગુ જિલ્લાના કલાઈ વિસ્તારની આસપાસ હોવાનું જણાવાયું હતું. તેની અસર નજીકના ડોલ્પા અને જુમલા જિલ્લામાં પણ જોવા મળી હતી. ભૂકંપની અનેક મોટી આફતોમાં નેપાળમાં હજારો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આખરે ધરતીકંપ કેમ આવે છે?

ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર રહેલી ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ છે. પૃથ્વીની સપાટી અનેક મોટી પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત ધીમી ગતિએ ખસતી રહે છે. જ્યારે બે પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ઘસાય છે અથવા એકબીજાની નીચેથી સરકે છે ત્યારે જમીનની અંદર ઊર્જા એકત્રિત થાય છે. આ ઊર્જા અચાનક બહાર નીકળે ત્યારે ધરતીમાં કંપન પેદા થાય છે, જેને આપણે ભૂકંપના આંચકા તરીકે અનુભવીએ છીએ. નેપાળ હિમાલયના પર્વતીય વિસ્તારમાં આવેલું હોવાથી અહીં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે ભૂકંપની શક્યતા વધુ રહે છે.

આ પણ વાંચો : સ્પેનમાં મોંઘા ભાડાં સામે દેશવ્યાપી હડતાળ, 14 વર્ષ બાદ પહેલીવાર ઠપ્પ પડ્યું કામકાજ

Back to top button