ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળી

Nana Chiloda Drunk Driving Crash :   અમદાવાદમાં નશામાં વાહન ચલાવીને અકસ્માત સર્જવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના નાના ચિલોડા વિસ્તારમાં નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા બે શખ્સોએ મોપેડ પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિકોએ બંને શખ્સોને પકડીને પોલીસને સોંપ્યા હતા.

મોપેડ સવાર દંપતીને કારચાલકે મારી જોરદાર ટક્કર

મળતી વિગતો પ્રમાણે, બુધવારે (11 નવેમ્બર) બપોરના સમયે નાના ચિલોડા વિસ્તારમાં બે શખ્સો કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. બંને નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કારચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પરને ભારે નુકસાન થયું હતું. ટક્કર બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કારમાંથી મળી દારૂની બોટલો, સ્થાનિકોમાં રોષ

અકસ્મત બાદ સ્થાનિકોએ કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. કારમાં સવાર બંને શખ્સો નશામાં હોવાનું જણાતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ બંનેને પકડી લીધા હતા અને તેમની સાથે મારપીટ કરી હોવાની વિગતો પણ સામે આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં નરોડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને શખ્સોને કસ્ટડીમાં લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ, બંને રાજકોટના રહેવાસી છે. પોલીસ સ્ટેશન લઈ જતી વખતે બંને લથડિયા ખાતા હોવાનું અને તેમના મોઢામાંથી દારૂની ગંધ આવતી હોવાનું જાણવા મળ્યું છે.

નશામાં કાર ચલાવનાર સામે પોલીસની કાર્યવાહી

આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત અને નશાબંધીના કાયદા હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભાટ-મોટેરા રોડ પર સગીર વયના કારચાલકનો અકસ્માત

અમદાવાદમાં જ ભાટ-મોટેરા રોડ પર અકસ્માતની બીજી ઘટના પણ સામે આવી છે. અહીં પૂરઝડપે આવી રહેલી એક કાર રોડ પર ડિવાઇડર પાસે વૃક્ષોની છંટકાવની કામગીરી કરી રહેલા AMCના ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કાર એક સગીર વયનો બાળક ચલાવી રહ્યો હતો. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સગીર વયના બાળકોને વાહન ચલાવવા માટે આપવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે, ત્યારે વાલીઓની જવાબદારી અંગે પણ સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો : પતિએ કહ્યું ‘જે કરવું હોય તે કર’, પત્નીએ કરી આત્મહત્યા; હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Back to top button