અભિષેક શર્માનો ઇન્દોરમાં રેકોર્ડબ્રેક ધમાકો: T20I માં સૌથી ઝડપી 2,000 રન બનાવી સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Abhishek Sharma Fastest 2000 T20I Runs Record: ભારતના વિસ્ફોટક યુવા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ફરી એકવાર પોતાની તોફાની બેટિંગ વડે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી T20I મેચમાં તેણે વિસ્ફોટક ફિફ્ટી ફટકારીને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં એક નવો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 26 વર્ષીય આ ડાબોડી બેટ્સમેને આંતરરાષ્ટ્રીય T20 માં સૌથી ઝડપી 2,000 રન પૂરા કરવાનો નવો વિક્રમ સર્જ્યો છે.
સૂર્યકુમારનો રેકોર્ડ ધરાશાયી
અભિષેક શર્માએ આ આંકડો પાર કરવા માટે માત્ર 1,024 બોલનો સામનો કર્યો હતો. આ સાથે જ તેણે ભારતના પૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો, જેણે ડિસેમ્બર 2023 માં સાઉથ આફ્રિકાના ગકેબરહા ખાતે રમાયેલી મેચમાં 1,164 બોલમાં 2,000 T20I રન પૂરા કર્યા હતા. અભિષેકે અત્યંત આક્રમણકારી સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી આ સિદ્ધિ પોતાના નામે કરી છે.
ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને 18 બોલમાં ફિફ્ટી
પ્રથમ મેચની નિષ્ફળતાને ભૂલીને અભિષેકે ઈન્દોરમાં શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે માત્ર 18 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. ઈનિંગની બીજી જ ઓવરમાં તેણે ચેઝના બોલ પર બે દર્શનીય છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તે પછી તેણે શામર સ્પ્રિંગર અને શામર જોસેફ જેવા ફાસ્ટ બોલરો પર પણ સ્ટેડિયમની બહાર શોટ્સ ફટકાર્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઈશાન કિશન સાથે 20 બોલમાં ફિફ્ટીની ભાગીદારી
ઓપનર સંજુ સેમસન સસ્તામાં આઉટ થયા બાદ, અભિષેકે ઈશાન કિશન સાથે મળીને કાઉન્ટર એટેક શરૂ કર્યો હતો અને માત્ર 20 બોલમાં જ 50 રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. આ ધમાકેદાર ઈનિંગમાં અભિષેકે 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. આખરે 10 મી ઓવરમાં શામર સ્પ્રિંગરના બોલ પર વિકેટકીપરના હાથે કેચ આઉટ થતાં તેની આ યાદગાર ઈનિંગનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો: અભિષેક શર્માએ રચ્યો નવો ઈતિહાસ,ઘરઆંગણે T20Iમાં 1000 રન પૂરા કરનાર 7મો ભારતીય બન્યો












