ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક ટક્કર, છેલ્લે પાકિસ્તાને મારી બાજી
IND vs PAK: ACC U19 એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની અંડર-19 ટીમે ભારતને 3 વિકેટે હરાવીને જીત મેળવી હતી. પાકિસ્તાનની જીતમાં વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહૂરનું મહત્વનું યોગદાન રહ્યું હતું. તેણે શાનદાર બેટિંગ કરીને અણનમ 100 રનની સદી ફટકારી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હમઝાએ પોતાની સદીની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ચોગ્ગો મારીને પાકિસ્તાનની ટીમને જીત અપાવી હતી. ભારતીય બોલરોએ શરૂઆતમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ પાકિસ્તાની બેટ્સમેનોએ મજબૂત ભાગીદારી કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.
ભારતે પાકિસ્તાનને આપ્યો હતો 209 રનનો લક્ષ્યાંક
મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ભારતીય ટીમ 46.3 ઓવરમાં 208 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અર્જુન રાજપૂતે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી હતી. તેણે માત્ર 85 બોલમાં 107 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન તરફથી રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીકે 3-3 વિકેટ ઝડપી હતી.
209 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 15 ઓવરમાં પાકિસ્તાનની અડધી ટીમ 61 રનના સ્કોરે પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહૂરે હસનૈન અબ્બાસ ડાર સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 107 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ પાકિસ્તાનની જીતનો પાયો નાખ્યો હતો.
આ પણ વાંચો: દેશના જવાનો સાથે PM મોદીની દિવાળી, સ્નેહ અને દેશભક્તિનો જોવા મળ્યો સંગમ
પાકિસ્તાન સામે ભારતની સતત બીજી હાર
નોંધનીય છે કે ACC અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમની આ સતત બીજી હાર છે. આ પહેલાં U19 એશિયા કપ 2025ની ફાઇનલમાં પણ પાકિસ્તાને ભારતને 191 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. તે મુકાબલામાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 347 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.












