અંડર-19 એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો! ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પસંદ કરી બેટિંગ

ઓમાન: અંડર-19 એશિયા કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાઈ રહ્યો છે. ઓમાનના અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાજ ચંદાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ હવે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર મોટો સ્કોર નોંધાવવા ઇચ્છશે.
બંને ટીમો પોતાની અગાઉની મેચ જીતીને આ મુકાબલામાં ઉતરી છે. આજની મેચ જીતનારી ટીમ પોઈન્ટ્સ ટેબલના ટોપ-2માં સ્થાન મેળવીને સેમિફાઈનલ તરફ મજબૂત પગલું ભરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ટક્કર પર ક્રિકેટપ્રેમીઓની નજર ટકેલી છે.
નેપાળ સામે ભારતે 10 વિકેટે મેળવી હતી શાનદાર જીત
ભારતીય અંડર-19 ટીમની કમાન લક્ષ્ય રાજેશ રાયચંદાનીના હાથમાં છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં નેપાળને 10 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.
આ મુકાબલામાં ઈશાન સૂદ અને અર્જુન રાજપૂતે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે આર્યવીર સેહવાગ અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ અણનમ અડધી સદી ફટકારીને ટીમને ભવ્ય જીત અપાવી હતી.
હવે પાકિસ્તાન સામે પણ ભારતીય ટીમ આ જ વિજયી લય જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન સામે બદલો લેવાની તક
બીજી તરફ પાકિસ્તાનની અંડર-19 ટીમની કેપ્ટનશિપ ફરહાન યુસુફ કરી રહ્યો છે. પાકિસ્તાન ગત એશિયા કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો.
આથી આ વખતે ભારતીય યુવા ટીમ પાસે ગત ફાઈનલની હારનો બદલો લેવાની પણ સુવર્ણ તક છે. બંને ટીમો વચ્ચેની આ મેચમાં બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં જોરદાર સ્પર્ધા જોવા મળે તેવી અપેક્ષા છે.
ભારતની અંડર-19 ટીમની સંપૂર્ણ ટીમ
ભારતીય ટીમમાં કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાની સહિત કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- લક્ષ્ય રાજેશ રાયચંદાની (કેપ્ટન)
- આર્યવીર સેહવાગ
- અન્વય દ્રવિડ (વિકેટકીપર)
- અર્જુન રાજપૂત
- ઈશાન સૂદ
- કાવ્યા પટેલ
- મનાલ ચૌહાણ
- મોહિત ઉલવા
- યશવીર ગૌડ
- વી.કે. વિનિત
- યશવર્ધન ચૌહાણ
- રજત બઘેલ
- શવિન વિનોદ
- આર્યન સવસાણી
- કુશાગ્ર ઓઝા
પાકિસ્તાનની અંડર-19 ટીમની સંપૂર્ણ ટીમ
પાકિસ્તાનની ટીમની કમાન ફરહાન યુસુફના હાથમાં છે. પાકિસ્તાનની ટીમમાં નીચેના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
- ઉસ્માન ખાન
- જહાંગીર બિલાલ
- અબ્દુલ કાદિર
- અહમદ હુસૈન
- અલી રઝા
- હમઝા ઝહૂર (વિકેટકીપર)
- હસનૈન અબ્બાસ ડાર
- મોહમ્મદ સય્યામ
- ફરહાન યુસુફ (કેપ્ટન)
- નકાબ શફીક
- રિઝવાનુલ્લાહ
- હુઝૈફા અહસાન
- અબ્દુલ સુભાન
- મોહમ્મદ હુઝૈફા
- હયામ ખાન
સેમિફાઈનલની રેસ માટે બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ મુકાબલો
આજની ભારત-પાકિસ્તાન મેચ માત્ર જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોઈન્ટ્સ ટેબલમાં ટોચના બે સ્થાનો મેળવવા માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભારત પાસે નેપાળ સામેની જીતનો આત્મવિશ્વાસ છે, જ્યારે પાકિસ્તાન ગત ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતર્યું છે.
હવે જોવાનું એ રહેશે કે યુવા ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે કેવું પ્રદર્શન કરે છે અને શું ટીમ ઈન્ડિયા ગત ફાઈનલની હારનો બદલો લેવામાં સફળ રહે છે કે નહીં.
આ પણ વાંચો: દિવાળીના પર્વે PM મોદીનો અનોખો સંકલ્પ! આ વખતે બસ્તરમાં જવાનો સાથે ઉજવશે દિવાળી












