ઋષભ પંતની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત, 12 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ માટે થશે રવાના

Rishabh Pant Team India Return New Zealand Tour: ભારતીય ટેસ્ટ ટીમ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીનો રસ્તો સાફ થઈ ગયો છે. સાઈડ સ્ટ્રેનની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂકેલા પંતને બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલન્સ (CoE) તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળવાની પૂરી સંભાવના છે. ફિટનેસ પ્રક્રિયા પૂરી કર્યા બાદ તે 12 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ જવા માટે રવાના થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ન્યૂઝ ડિટેલ્સ (News Details)
29 વર્ષીય ઋષભ પંતને રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી ઈરાની કપ રમી રહ્યા હતા ત્યારે સાઈડ સ્ટ્રેનની ઈજા થઈ હતી. ત્યારબાદ તેને ફિટનેસના આધારે ‘ઈન્ડિયા એ’ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે તેને જરૂરી ‘રિર્ટન ટુ પ્લે’ (RTP) સર્ટિફિકેટ મળ્યું નહોતું.
-
મેચ સિમુલેશન રાઉન્ડ સફળ: હાલમાં પંત સેન્ટર ઓફ એક્સીલન્સમાં મેચ જેવી પરિસ્થિતિઓમાં અભ્યાસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિમુલેશન રાઉન્ડ સફળતાપૂર્વક પૂરા કર્યા બાદ તે 12 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ (વેલિંગ્ટન) જવા માટે રવાના થશે.
આ પણ વાંચોઃ ભાઈ બીજ પર તિથિ-મૂહુર્તમાં કન્ફ્યુઝ છો? અહીં જાણો શુભ સમય
-
ન્યૂઝીલેન્ડમાં રમવાનો અનુભવ: પંત પાસે ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ છે. અગાઉ 2020માં ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન પણ તે ટીમનો હિસ્સો હતો.
-
શાનદાર આંકડા: પંત અત્યાર સુધી 52 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેના નામે 8 સદી અને 21 અડધી સદી નોંધાયેલી છે. તેની વાપસીથી ભારતીય ટીમનું મિડલ ઓર્ડર વધુ મજબૂત બનશે.
આ પણ વાંચોઃ UP ના રાજકારણમાં ગરમાવો! ચંદ્રશેખર આઝાદના વધતા પ્રભાવ પર બ્રેક લગાવશે માયાવતીની રેલી?











