ગુજરાતટ્રેન્ડિંગ

નવા વર્ષે અમદાવાદના યુવકનું ઢીમ ઢળ્યું, ભાઈને છોડાવવા વચ્ચે પડેલા યુવક પર હુમલો

Ahmedabad Crime:  અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા કે.કે. શાસ્ત્રી નગર વિસ્તારમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે. આશરે 1 મહિના અગાઉ થયેલા ઝઘડાની જૂની અદાવત રાખીને એક શખ્સે યુવકના ભાઈ સાથે બોલાચાલી કરી હતી. જેમાં પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડેલા યુવકને આરોપીએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે મૃતકના ભાઈએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મળતી માહિતી મુજબ, રાયપુર નજીક આવેલા કે.કે. શાસ્ત્રી નગરમાં બ્લોક નંબર-3 પાસે બનેલી આ ઘટનામાં જૂની અદાવત ખૂની ખેલમાં પરિણમી હતી.

ભાઈને બચાવવા જતા હુમલો

યુવક પોતાના વિસ્તારમાં બ્લોક નંબર-3 પાસે ઊભો હતો, ત્યારે ‘શેખુ મિયાની ચીલા’નો રહીશ ત્યાં આવ્યો હતો અને અગાઉના એક મહિના જૂના ઝઘડાને લઈને બોલાચાલી શરૂ કરી હતી. આરોપી જ્યારે યુવકના ભાઈ સાથે ઝઘડી રહ્યો હતો, ત્યારે યુવક વચ્ચે બચાવ કરવા પડ્યો હતો. આ વાતથી ઉશ્કેરાઈને આરોપીએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ મહાભિયોગના પ્રયાસો વચ્ચે બેખોફ દેખાયા અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથ, ટ્રમ્પે પ્રશંસા કરી આપ્યો A+++ ગ્રેડ

ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને યુવકની છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતા. આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવકને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ અવસાન થયું હતું. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય બજારના દબાણથી કિંમતી ધાતુઓમાં નરમાઈ: સોનું ગગડ્યું, જ્યારે ચાંદીએ રૂ. 1,92,500 પર જાળવી રાખી મજબૂતી

Back to top button