ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL ઑક્શનમાં પૈસા હશે પણ ખરીદવા માટે ખેલાડી નહીં મળે! KKR ની રણનીતિ પર ઉઠ્યા સવાલ

IPL Mini Auction 2026:   IPL મિની ઓક્શન પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની રણનીતિને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ઓપનર અને જાણીતા ક્રિકેટ એનાલિસ્ટ આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કેકેઆરની ટીમ અંગે વિશ્લેષણ કર્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે ખુલ્લીને વાત કરી છે કે કેકેઆર કયા દિગ્ગજોને રીટેન કરી શકે છે અને કયા મોટા ખેલાડીઓને રીલીઝનો રસ્તો બતાવી શકે છે. આ સાથે જ તેમણે ઓક્શન અને કેપ્ટનશીપના મુદ્દા પર પણ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

આકાશ ચોપરાનું નિવેદન

આકાશ ચોપરાએ ચર્ચાની શરૂઆત કરતા કહ્યું કે, ટીમના અગાઉના કેપ્ટન નિવૃત્ત થઈ ચૂક્યા હોવાથી, કેકેઆર સામે સૌથી મોટો સવાલ નવા કેપ્ટનની શોધનો છે. ચર્ચા હતી કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા માટે KKR ફ્રન્ટ-રનર હોઈ શકે છે, પરંતુ તે ડીલ હવે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે પાકી થઈ ચૂકી છે અને માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે.

એવામાં KKR પાસે રિન્કુ સિંહનો વિકલ્પ મોજૂદ છે જેમને કેપ્ટન બનાવી શકાય છે, કારણ કે ઓક્શનમાં કોઈ ભારતીય કેપ્ટન સરળતાથી મળવાનો નથી. આકાશનું માનવું છે કે 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીન અને 18 કરોડના મથીષા પથિરાનાને કેકેઆરે રીલીઝ કરી દેવા જોઈએ.

આ પણ વાંચોઃ Nvidia કેવી રીતે બની AIના વિશ્વમાં બાદશાહ? આજે આટલો મોટો છે વ્યવસાય

ગ્રીન સાથે ઉપલબ્ધતા અને વર્કલોડનો મોટો પેચ છે, કારણ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નક્કી કરે છે કે તે બોલિંગ કરશે કે નહીં. જ્યારે પથિરાના પણ ઈજાના કારણે વધુ મેચ રમી શક્યા નહોતા. જોકે, જરૂર પડે તો તેમને પાછળથી ઓછી કિંમતમાં ફરીથી ખરીદી શકાય છે.

ટીમમાં કોને કરાશે રીટેન?

ફિન એલન, ટિમ સીફર્ટ, અંગકૃષ રઘુવંશી, રોવમેન પોવેલ, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, અનુકૂળ રોય, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોડા જેવા ખેલાડીઓને ટીમ પોતાની સાથે જાળવી રાખી શકે છે. અજિંક્ય રહાણેના રીટાયરમેન્ટ બાદ તેઓ એમ પણ ટીમમાંથી બહાર થઈ ચૂક્યા છે. જ્યારે રમનદીપ સિંહ અને ઉમરાન મલિકને લઈને પણ ફ્રેન્ચાઈઝીએ વિચારીને નિર્ણય લેવો પડશે.

ઓક્શનમાં ખાલી હાથ રહી જશે ટીમો!

આકાશ ચોપરાએ ચેતવણી આપી છે કે આ વખતનું ઓક્શન લગભગ નકામું સાબિત થઈ શકે છે, કારણ કે મોટાભાગની ટીમો ટ્રેડ દ્વારા જ પોતાના ખેલાડીઓને અંદરોઅંદર એડજસ્ટ કરી રહી છે. જો કેકેઆરે સમયસર સાચી ટ્રેડ ડીલ ન કરી તો હરાજી સમયે તેમની પાસે પૈસા તો હશે પરંતુ ખરીદવા માટે કોઈ સારો ખેલાડી બચશે નહીં. તેમણે સલાહ આપી છે કે ફ્રેન્ચાઈઝીએ કડક નિર્ણયો લેતા શક્ય તેટલી વહેલી તકે ટ્રેડ પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ ગોવર્ધન પૂજાના દિવસે આ વસ્તુઓનું દાન માનવામાં આ છે શુભ, તમારી તીજોરી રહેશે ભરેલી

Back to top button