
IPL 2027 Biggest Trade Deal: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની નવી સીઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાં એક મોટો ધમાકો થયો છે. IPL ઇતિહાસની સૌથી મોટી અને આશ્ચર્યજનક ટ્રેડ ડીલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં જોડાવા જઈ રહ્યો છે, જ્યારે તેના બદલામાં પંજાબનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. આ બ્લોકબસ્ટર ટ્રેડ ડીલે તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે.
વિષ્ણુ વિનોદ પણ મુંબઈની ટીમમાં જોડાઈ શકે છે
અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ બંને ફ્રેન્ચાઈઝીએ આ ટ્રેડ સોદા માટેના તમામ કાયદાકીય કાગળો તૈયાર કરીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને સુપરત કરી દીધા છે. આ વેપાર માટે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ બંને ખેલાડીઓની લેખિત સંમતિ પણ મેળવી લેવામાં આવી છે. હવે માત્ર બીસીસીઆઈની અંતિમ મંજૂરી અને સત્તાવાર જાહેરાત જ બાકી છે. આ ઉપરાંત અહેવાલોમાં દાવો કરાયો છે કે વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદ પણ અર્શદીપની સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો બની શકે છે.
મુંબઈના ડ્રેસિંગ રૂમમાં વિવાદ અને ચાહકોનો અસંતોષ
ગુજરાત ટાઇટન્સને કેપ્ટન તરીકે પોતાની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા જ્યારે 2024 માં મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો, ત્યારે સ્થિતિ તેના અનુકૂળ રહી નહોતી. મુંબઈના ડ્રેસિંગ રૂમમાં જૂથબંધી અને ચાહકોના ભારે અસંતોષના અહેવાલો સતત સામે આવતા રહ્યા હતા. આ સાથે ટીમના નબળા પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે ટીમનું પુનર્ગઠન કરવાનો આકરો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઈડર્સ રેસમાં આગળ હતું, પરંતુ પંજાબ કિંગ્સે બાજી મારીને આ ડીલ પૂર્ણ કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રોહિત-હાર્દિક ડ્રામાનો આખરે અંત
હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેના કથિત અણબનાવના અહેવાલો પણ સતત મીડિયામાં વહેતા રહ્યા હતા. હવે હાર્દિકના પંજાબ તરફ પ્રયાણ સાથે આ ડ્રામાનો આખરે અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ અર્શદીપ સિંહ જેવા ઘાતક ડાબોડી ફાસ્ટ બોલરને પોતાની સાથે જોડીને બોલિંગ આક્રમણને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જ્યારે પંજાબ કિંગ્સને હાર્દિક પંડ્યાના રૂપમાં એક શક્તિશાળી મેચ-વિનર ઓલરાઉન્ડર પ્રાપ્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: 2018ના બોલ ટેમ્પરિંગ કાંડમાં આખી ટીમને હતી જાણ? ખ્વાજાના દાવા પર પૂર્વ કોચનો મોટો ખુલાસો!












