સુરતમાં માનવતાને લજવતો કિસ્સો: દિવાળીના પાવન પર્વે 3 વર્ષની માસૂમ પૌત્રી પર સગા દાદાએ ગુજારી હેવાનિયત!

Surat Grandfather Assaults 3 Year Old Granddaughter: સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને લજવતો અત્યંત ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દિવાળીના પાવન પર્વ અને રજાના દિવસે એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે તેના પોતાના જ સગા દાદાએ હૈવાનિયતની તમામ હદો પાર કરી દીધી. ઘરમાં કોઈ મોટું સભ્ય હાજર ન હોવાનો નરાધમ દાદાએ ગેરલાભ ઉઠાવીને પોતાની જ માસૂમ પૌત્રીની અસમજણનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને સનસનાટી ફેલાઈ ગઈ છે.
ઘરમાં કોઈ ન હોવાનો નરાધમ દાદાએ ઉઠાવ્યો ગેરલાભ
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત મહિલા પોતાના પરિવારજનો સાથે ગત 08 નવમ્બર, 2026 ના રોજ દિવાળીની રજા હોવાથી પોતાના નવા મકાનની સાફ-સફાઈ કરવા માટે બપોરે આશરે 3 વાગ્યે ગયા હતા. તે સમયે તેમની 3 વર્ષની નાની દીકરી ઘરમાં ગાઢ ઊંઘમાં હોવાથી બાળકીની સંભાળ માટે તેને ઘરમાં સગા દાદા પાસે સૂતી મૂકીને ગયા હતા. પરંતુ, પરિવારના સભ્યોની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને 70 વર્ષીય વૃદ્ધ દાદાની શાન ડહોળાઈ ગઈ હતી અને તેણે પોતાની જ માસૂમ પૌત્રીની મજબૂરી અને નાની વયની અસમજણનો અયોગ્ય લાભ લઈને આ પાપ આચર્યું હતું.
સાંજે લોહીલુહાણ હાલતમાં મળી માસૂમ પૌત્રી
સાંજના સમયે જ્યારે પરિવારના સભ્યો કામ પતાવીને ઘરે પરત ફર્યા, ત્યારે માસૂમ બાળકી અત્યંત પીડાયેલી અને લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. બાળકીની દયનીય સ્થિતિ જોઈને માતા-પિતા ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા. જ્યારે માતાએ બાળકીની પ્રેમથી પૂછપરછ કરી અને તેને લાડ લડાવ્યા, ત્યારે માસૂમ બાળકી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અને પોતાના નાના હાથના ઇશારાઓથી દાદા દ્વારા કરવામાં આવેલા અકૃત્યની આપવીતી જણાવી હતી. બીજી તરફ, પરિવારજનોએ જ્યારે કડકાઈથી વૃદ્ધ દાદાની પૂછપરછ કરી, ત્યારે તેણે પણ પોતાના આ શરમજનક અને અક્ષમ્ય કૃત્યની કબૂલાત કરી લીધી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી વૃદ્ધ દાદાને ઝડપી પાડ્યો
આ અતિસંવેદનશીલ અને ગંભીર ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક ડિંડોલી પોલીસ મથકે પહોંચીને આરોપી 70 વર્ષીય વૃદ્ધ દાદા વિરુદ્ધ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત પોક્સો અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ડિંડોલી પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને માસૂમ પૌત્રી પર જુલમ ગુજારનાર નરાધમ દાદાને ડિટેઈન કરી લીધો છે અને આ કેસમાં વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: નવા વર્ષે અમદાવાદના યુવકનું ઢીમ ઢળ્યું, ભાઈને છોડાવવા વચ્ચે પડેલા યુવક પર હુમલો












