ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ શ્રેયસ અય્યરે બોલરોને લઈને કરી મોટી વાત

Shreyas Iyer: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમને ચોથી T20 મેચમાં 87 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બોલરોની સાથે બેટ્સમેનોનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. મેચમાં હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાવરપ્લેમાં વધુ વિકેટ ગુમાવવાને હારનું એક મોટું કારણ ગણાવ્યું હતું. સાથે જ છેલ્લી મેચમાં મજબૂત વાપસી કરવાની આશા પણ વ્યક્ત કરી હતી.ન્યૂઝીલેન્ડ સામેની આ હાર સાથે ભારતનો ન્યૂઝીલેન્ડમાં સતત 10 T20 મેચ જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો હતો. 7 વર્ષ બાદ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડમાં T20 ઇન્ટરનેશનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બોલિંગમાં અમે થોડા નબળા સાબિત થયા: Shreyas Iyer

ઓકલેન્ડ T20 મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે બ્રોડકાસ્ટર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે શરૂઆતમાં ભારતીય ટીમની બોલિંગ થોડી નબળી રહી હતી. ખાસ કરીને પાવરપ્લેમાં ત્રીજી ઓવરથી જ ન્યૂઝીલેન્ડની ટીમને મોમેન્ટમ મળી ગયું હતું. તેમણે કહ્યું કે અમારા કેટલાક બોલરોએ દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્લેનની ઇનિંગ શાનદાર રહી હતી. તેણે કેટલાક સુંદર શોટ્સ રમ્યા હતા. તેની પ્રશંસા કરવી જોઈએ. તે આખી સિરીઝમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેની પાસેથી ઘણું શીખવા જેવું છે. અય્યરે વધુમાં કહ્યું કે હવે પાછળ વળીને જોવું અને બોલિંગમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે તે સમજવું જરૂરી છે.

આ પણ વાંચો:ખાંભાના ઘરમાં સિંહની એન્ટ્રી! કલાકો સુધી ઓરડામાં જમાવ્યો અડિંગો

હવે ફરીથી નવી રણનીતિ બનાવવી પડશે

શ્રેયસ અય્યરે આગામી મેચ અંગે કહ્યું કે હવે ભારતીય ટીમ હેમિલ્ટન જવા રવાના થશે અને વચ્ચે માત્ર એક દિવસનો વિરામ છે. આવી સ્થિતિમાં ટીમે ફરીથી રણનીતિ બનાવવી પડશે, જેથી આગામી મેચમાં પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે મેદાનમાં ઉતરી શકાય. તેમણે મેદાનના કદ અંગે પણ વાત કરી હતી. અય્યરે જણાવ્યું કે સાથી ખેલાડીઓ સાથે આ અંગે ચર્ચા થઈ હતી. ટીમને ખબર હતી કે મેદાનનું કદ આવું હશે અને કેટલાક ખેલાડીઓ માટે આ પ્રકારના મેદાન પર રમવાનો પ્રથમ અનુભવ હતો. આ પડકારને અનુકૂળ થવામાં થોડો સમય લાગે છે. જોકે, અય્યરે કહ્યું કે આ સરળ નહોતું, પરંતુ અગાઉની ત્રણ મેચમાં ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું હતું તે શાનદાર હતું. હવે ટીમ આગામી મેચમાં સકારાત્મક અભિગમ સાથે વાપસી કરવાનો પ્રયાસ કરશે.

Back to top button