ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારત-ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ, T20Iમાં હાંસલ કરી મોટી સિદ્ધિ

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચમાં બંને ટીમોએ મળીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાયેલી આ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 259 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોકે, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 172 રન જ બનાવી શકી હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડે આ મુકાબલો 87 રનના મોટા અંતરથી જીતી લીધો હતો.

જોકે, આ મેચમાં હાર-જીત ઉપરાંત બંને ટીમોએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડે વર્ષ 2026માં એકબીજા સામે T20 ઇન્ટરનેશનલમાં 2000 કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે જ T20I ક્રિકેટમાં એક જ વર્ષમાં કોઈ એક વિરોધી ટીમ સામે 2000થી વધુ રન બનાવનારી ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ ફુલ મેમ્બર્સ ટીમો બની ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારત અને ન્યૂઝીલેન્ડે વર્ષ 2026માં એકબીજા સામે રમ્યા 10 મુકાબલા

વર્ષ 2026માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં કુલ 10 મુકાબલા રમાયા છે. આ મેચોમાં બેટ્સમેનોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી આ 10 મેચમાંથી 8માં જીત મેળવી છે, જ્યારે માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 36.4ની સરેરાશથી કુલ 2075 રન બનાવ્યા છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમે પણ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તેને ભારત સામે માત્ર 2 મેચમાં જ જીત મળી છે. ન્યૂઝીલેન્ડે વર્ષ 2026માં ભારત સામે રમાયેલી 10 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 29.58ની સરેરાશથી કુલ 2012 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: બેન્ક એકાઉન્ટમાંથી જાણ બહાર કપાઇ ગયા પૈસા તો શું કરવું? જાણો રિફંડ પ્રોસેસ અને RBI ના નિયમ

કંબોડિયાએ સૌપ્રથમ આ સિદ્ધિ મેળવી હતી

T20 ઇન્ટરનેશનલમાં એક જ વર્ષમાં કોઈ એક વિરોધી ટીમ સામે 2000 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સૌપ્રથમ એસોસિયેટ દેશ કંબોડિયાની ટીમે બનાવ્યો હતો. કંબોડિયાએ વર્ષ 2025માં ઇન્ડોનેશિયા સામે કુલ 2109 રન બનાવ્યા હતા. ત્યારબાદ હવે ફુલ મેમ્બર્સ ટીમોમાં ભારત અને ન્યૂઝીલેન્ડે આ સિદ્ધિ મેળવીને પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવ્યું છે.

એક વર્ષમાં એક જ વિરોધી ટીમ સામે T20Iમાં 2000થી વધુ રન બનાવનારી ટીમો

ટીમ વિરોધી ટીમ વર્ષ બનાવેલા રન
કંબોડિયા ઇન્ડોનેશિયા 2025 2109
ભારત ન્યૂઝીલેન્ડ 2026 2075
ન્યૂઝીલેન્ડ ભારત 2026 2012

આ રીતે ભારત અને ન્યૂઝીલેન્ડે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક અનોખી સિદ્ધિ મેળવી છે. બંને ટીમોએ એક જ વર્ષમાં એકબીજા સામે 2000થી વધુ રન બનાવીને ફુલ મેમ્બર્સ દેશોમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો:  ભારતની હાર બાદ અય્યરના નિર્ણય પર સવાલ, વૈભવ સૂર્યવંશીને કેમ કર્યો બહાર?
Back to top button