ટ્રેન્ડિંગમનોરંજન

IIFA 2026માં ‘ધુરંધર’નો દબદબો, રણવીર શ્રેષ્ઠ અભિનેતા; અનીત પદ્દાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

IIFA Awards 2026:  IIFA Awards 2026માં આ વખતે ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar)એ અનેક એવોર્ડ જીતીને પોતાનો દબદબો જમાવ્યો છે. 26મા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA)માં રણવીર સિંહને શ્રેષ્ઠ અભિનેતા અને અનીત પદ્દાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધરને પણ શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ વર્ષની એવોર્ડ યાદીમાં ‘ધુરંધર’ ઉપરાંત ‘સૈયારા’ (Saiyaara), ‘છાવા’ (Chhaava) અને ‘ધ બાસ્ટર્ડ્સ ઓફ બોલિવૂડ’ (The Ba***ds of Bollywood) જેવી ફિલ્મો અને વેબ સિરીઝે પણ નોંધપાત્ર સ્થાન મેળવ્યું હતું.

મુખ્ય એવોર્ડ વિજેતાઓ

  • શ્રેષ્ઠ ફિલ્મ: ધુરંધર

  • શ્રેષ્ઠ દિગ્દર્શક: આદિત્ય ધર

  • શ્રેષ્ઠ અભિનેતા: રણવીર સિંહ – ધુરંધર

  • શ્રેષ્ઠ અભિનેત્રી: અનીત પદ્દા – સૈયારા

  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: હુમા કુરેશી – જોલી એલએલબી 3

  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા: સંજય દત્ત – ધુરંધર

  • નકારાત્મક ભૂમિકા: અક્ષય ખન્ના

  • શ્રેષ્ઠ સંગીત: શાશ્વત સચદેવ

ટેક્નિકલ કેટેગરીમાં પણ ફિલ્મોનો દબદબો

ટેક્નિકલ કેટેગરીમાં ‘ધુરંધર’ અને ‘છાવા’એ અનેક એવોર્ડ મેળવ્યા હતા. શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે વિકાસ નૌલખાને એવોર્ડ જીત્યો હતો. શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે અને સંવાદ માટે આદિત્ય ધરને પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે શ્રેષ્ઠ એડિટિંગનો એવોર્ડ શિવકુમાર વી. પાનિકરને મળ્યો હતો.

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન માટે વિશ્વદીપ ચેટર્જી અને ‘છાવા’ના સાઉન્ડ મિક્સિંગ માટે આલોક ડેને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ.આર. રહેમાનને ‘છાવા’ માટે શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ મળ્યો હતો.

ડિજિટલ ફિલ્મો અને વેબ સિરીઝ પણ ચર્ચામાં

ડિજિટલ ફિલ્મોની કેટેગરીમાં ‘સ્ટોલન’ (Stolen), ‘મિસિસ’ (Mrs) અને ‘ધ મેહતા બોયઝ’ (The Mehta Boys) જેવી ફિલ્મોને એવોર્ડ મળ્યા હતા. જ્યારે ડિજિટલ સિરીઝની કેટેગરીમાં આર્યન ખાનની ‘ધ બાસ્ટર્ડ્સ ઓફ બોલિવૂડ’એ શ્રેષ્ઠ સિરીઝ સહિત અનેક એવોર્ડ પોતાના નામે કર્યા હતા.

આ ઉપરાંત ‘પાતાલ લોક 2’ અને ‘ધ રોશન્સ’ જેવી સિરીઝને પણ સન્માનિત કરવામાં આવી હતી. આ વર્ષની IIFA એવોર્ડ યાદીમાં બોલિવૂડની લોકપ્રિય ફિલ્મો સાથે ડિજિટલ મનોરંજન જગતની કૃતિઓને પણ વિશેષ સ્થાન મળ્યું હતું.

આ પણ વાંચો : ગેંગસ્ટર છોટા રાજનને મોટી રાહત! 2009ના શિવસેના નેતા પર ફાયરિંગ કેસમાં CBI કોર્ટે કર્યો નિર્દોષ જાહેર

Back to top button