બેન્ક એકાઉન્ટમાંથી જાણ બહાર કપાઇ ગયા પૈસા તો શું કરવું? જાણો રિફંડ પ્રોસેસ અને RBI ના નિયમ

Online Banking Fraud: ડિજિટલ બેંકિંગના સમયમાં ઓનલાઈન ફ્રોડ અને ખાતામાંથી અનધિકૃત ઉપાડના મામલે સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં નોઈડામાં પંજાબ નેશનલ બેંક (PNB) ની શાખામાં ગ્રાહકોના ખાતા અને FD માંથી કરોડો રૂપિયા ગાયબ થવાની ઘટનાએ બેંકમાં જમા લોકોની રકમની સુરક્ષા અંગે મોટી ચિંતા ઊભી કરી છે. જો તમારા બેંક ખાતામાં જમા મહેનતની કમાણી જાણ વગર નીકળી જાય, તો શું બેંક તેની ભરપાઈ કરશે?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝેક્શનના મામલામાં ગ્રાહકોની જવાબદારી અને રિફંડને લઈને સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. જો તમારા ખાતામાંથી પણ વગર પરવાનગીના પૈસા નીકળી જાય, તો તાત્કાલિક કેટલાક પગલાં લઈને તમે નુકસાન અટકાવી શકો છો.
ખાતામાંથી પૈસા કપાય તો સૌથી પહેલા શું કરવું?
જો તમારા બેંક ખાતામાંથી કોઈ એવું ટ્રાન્ઝેક્શન થયું છે જે તમે નથી કર્યું, તો સૌથી પહેલા બેંકને તેની જાણકારી આપો. તમારે આ 3 કામ તાત્કાલિક કરવા જોઈએ:
1. બેંકમાં ફરિયાદ કરો: બેંકને અનધિકૃત ટ્રાન્ઝેક્શનની માહિતી આપીને ફરિયાદ નોંધાવો. જરૂર પડે તો ઓનલાઈન ડેબિટ અને કાર્ડ ટ્રાન્ઝેક્શન બ્લોક કરવા માટે કહો.
2. ફરિયાદ નંબર સુરક્ષિત રાખો: બેંક પાસેથી ફરિયાદનો રેફરન્સ નંબર ચોક્કસ લો. ટ્રાન્ઝેક્શનનો SMS, ઈમેલ અને સ્ક્રીનશોટ સુરક્ષિત રાખો.
3. સાઈબર હેલ્પલાઈન પર જાણ કરો: જો મામલો ઓનલાઈન ફ્રોડનો છે, તો તાત્કાલિક 1930 સાઈબર હેલ્પલાઈન પર ફરિયાદ કરો અથવા cybercrime.gov.in પર નોંધાવો.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ પત્રકાર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
ક્યારે બેંકને પરત કરવા પડશે તમારા પૂરેપૂરા પૈસા?
RBI ના નિયમો મુજબ અનધિકૃત ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી ફ્રોડ કઈ રીતે થયો અને ગ્રાહકે કેટલી ઝડપથી જાણ કરી તેના પર નિર્ભર છે:
-
બેંકની ભૂલથી ફ્રોડ: જો ફ્રોડ બેંકની બેદરકારી કે સિસ્ટમની ખામીના કારણે થયો છે, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય રહેશે. નુકસાનની જવાબદારી બેંકની રહેશે.
-
થર્ડ પાર્ટી ફ્રોડ (3 દિવસમાં ફરિયાદ): જો ફ્રોડમાં કોઈ ત્રીજા પક્ષના કારણે પૈસા નીકળ્યા છે અને ગ્રાહકે જાણ થયાના 3 ચાલુ દિવસની અંદર ફરિયાદ કરી છે, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય રહેશે અને પૂરેપૂરું નુકસાન બેંક ઉઠાવશે.
-
4 થી 7 દિવસમાં ફરિયાદ: જો ગ્રાહક 4 થી 7 કાર્યદિવસમાં જાણ કરે છે, તો BSBD ખાતામાં મહત્તમ જવાબદારી 5,000 રૂપિયા અને અન્ય સામાન્ય બચત ખાતામાં 10,000 રૂપિયા સુધી સીમિત હોઈ શકે છે.
-
OTP કે PIN શેર કર્યો હોય તો: જો ગ્રાહકે પોતાની લાપરવાહીથી OTP કે પાસવર્ડ શેર કર્યો છે, તો ફરિયાદ ન મળે ત્યાં સુધીનું નુકસાન ગ્રાહકે ભોગવવું પડી શકે છે.
બેંક કેટલા દિવસમાં પરત કરશે પૈસા?
-
10 કાર્યદિવસમાં પ્રોવિઝનલ ક્રેડિટ: બેંકને ફરિયાદ મળવાના 10 કાર્યદિવસની અંદર અનધિકૃત ટ્રાન્ઝેક્શનની રકમ ગ્રાહકના ખાતામાં અસ્થાયી રૂપે પરત (Provisional Credit) કરવી પડશે.
-
90 દિવસમાં અંતિમ નિર્ણય: બેંકને તપાસ પૂર્ણ કરીને ગ્રાહકની જવાબદારી નક્કી કરવા માટે મહત્તમ 90 દિવસનો સમય મળશે.
જો બેંક તમારી ફરિયાદ સાંભળતી નથી, તો તમે RBI ના કમ્પ્લેઈન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) પોર્ટલ https://cms.rbi.org.in પર ફરિયાદ કરી શકો છો.
આ પણ વાંચોઃ બેંક ખાતામાંથી જાણ બહાર કપાઈ ગયા પૈસા? RBIના નિયમો મુજબ આ રીતે મેળવો રિફંડ












